અમદાવાદ
અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં એક એપોર્ટમેન્ટમાં 3 વર્ષની બાળા સાથે સિકયુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવાનો કેસ બહાર આવ્યો છે. આ ઘટના 20 એપ્રિલ શુક્રવારના રોજ ઘટી હતી. સાગર એપાર્ટમેન્ટમાં સાંજના લગભગ સાડા સાત વાગ્યે જયારે બાળા નીચે હતી ત્યારે સિક્યુરીટી ગાર્ડ દિલીપ તેને પાર્કિંગમાં લઇ ગયો હતો. પાર્કિંગમાં લઈ જઈ તેને બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ જયારે બાળા રડતી-રડતી તેના ઘર તરફ ગઈ ત્યારે તેની મમ્મીએ તેને પૂછ્યું હતું કે શું થયું? ચાર વર્ષની બાળાએ ત્યાર બાદ બધી ઘટના જણાવી હતી.
ત્યાર બાદ તેના કુટુંબે અને અન્ય સોસાયટીના લોકોએ સિકયુરિટી ગાર્ડ દિલીપને પોલીસને હાથ ધર્યો હતો.પોલિસે બાળકીના પરિવારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
