Not Set/ 18 વર્ષ પછી આ જોડી મોટા પડદા પર સાથે જોવા મળશે

મુંબઈ બોલીવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત અને બોલીવુડના સુપરસ્ટાર અનિલ કપૂર 18 વર્ષ પછી મોટા પડદા પર એક સાથે જોવા મળશે. માધુરી અને અનિલની જોડીને દર્શકો ઘણી પસંદ કરે છે અને હવે આ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ટોટલ […]

Entertainment

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત અને બોલીવુડના સુપરસ્ટાર અનિલ કપૂર 18 વર્ષ પછી મોટા પડદા પર એક સાથે જોવા મળશે. માધુરી અને અનિલની જોડીને દર્શકો ઘણી પસંદ કરે છે અને હવે આ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે.

Image result for total drama madhuri

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ટોટલ ધમાલ જેના નિર્દેશક છે. ઇન્દ્ર કુમાર અને ફિલ્મ ટોટલ ધમાલનું શુટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જોડી છેલ્લે ફિલ્મ ‘લજ્જા’માં સાથે જોવા મળી હતી અને હવે ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મ ટોટલ ધમાલનું ટાઈટલ ટ્રૈક શૂટ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મનું પ્રથમ લુક પણ સામે આવ્યું છે. આ ફિલ્મમાં માધુરી અને અનિલની જોડી ખુબજ સુંદર દેખાય રહી છે.

Image result for total drama madhuri

અનિલ કપૂર આ ફિલ્મ વિશે ટ્વીટ કરતા લખ્યું હતું કે શુટિંગના પહેલાજ દિવસથી ખુબજ સરસ અહેસાસ થઇ રહ્યો હતો. ટોટલ ધમાલનું શુટિંગ શરૂ થઇ ચુક્યું છે. માધુરી અને ઇન્દ્ર કુમાર સાથે 26 વર્ષ પછી કોઈ ફિલ્મ કરી રહ્યા છીએ. પરંતુ અમારી ક્ષમતા હજી પણ એવી છે જેવી ફિલ્મ બેટાના સમય હતી આ સફર ખુબજ સારો રહશે.

https://instagram.com/p/Bh0WY7FjQri/?utm_source=ig_embed

ફિલ્મ નિર્દેશક ઇન્દ્ર કુમારે કહ્યું કે ફિલ્મ બેટના 26 વર્ષ પછી એકવાર ફરી સાથે શુટિંગ કરી રહ્યા છે. આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે અમે બધા ઘણા ઉસ્તાહિત છીએ. ફિલ્મને લઈને હું કઈ વધારે નહિ જણાવી શકુ કે આ ફિલ્મમાં અનિલનું નામ અવિનાશ હશે અને અમે તેને અવી કહીને બોલાવીએ છીએ.

https://instagram.com/p/Bhi93OrgmTL/?utm_source=ig_embed

ફિલ્મ ટોટલ ધમાલમાં માધુરી અને અનિલ સિવાઈ અજય દેવગણ,અરશદ વારસી,જાવેદ જાફરી,રીતેશ દેશમુખ અને સંજય મિશ્રા પણ સાથે જોવા મળે છે. માધુરી અનિલની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. ટોટલ ધમાલ 7 ડીસેમ્બરના દિવસે રીલીઝ કરવામા આવશે.