દિલ્લી,
આજે ૨૪ એપ્રિલ, ભારતીય ક્રિકેટમાં ભગવાન મનાતા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે ૪૫મો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે સચિનને દેશભરના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. બીજી બાજુ આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર ડેમિયન ફ્લેમિંગનો પણ જન્મદિવસ છે.
Some @bowlologist gold from the man himself – happy birthday, Damien Fleming! pic.twitter.com/YcoYA8GNOD
— cricket.com.au (@cricketcomau) April 24, 2018
ડેમિયન ફ્લેમિંગના જન્મદિવસ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પોતાની વેબસાઈટ cricket.co.auના ટ્વીટર હેન્ડલ પર શુભકામનાઓ આપી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પોતાના ટ્વીટમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં ફ્લેમિંગ સચિનને બોલ્ડ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વિડીયો પોસ્ટ થયા બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ નારાજ જોવા મળી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
એક ક્રિકેટ ફેન્સે જવાબ આપતા જણાવ્યું હતું કે, “તમે ગમે એટલા પ્રતિબંધ લગાવી દો પરંતુ ઓસ્ટ્રેલિયા ક્યારેય પણ સુધરશે નહીં”.
અન્ય નિરાશ ક્રિકેટ ફેન્સે જણાવ્યું હતું કે, “શું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ફ્લેમિંગને બર્થડેની શુભેચ્છા આપવા માટે કોઈ અન્ય વિડીયો અથવા તો ફોટો પણ શેયર કરી શકતા ન હતા:”.
No matter how many bans, Australians will never change…😁
On Sachin's Birthday you are posting a video how Damien Fleming bowled him. Couldn't you find another batsman instead of Sachin? #HappyBirthdaySachin
— शशांक (@iShhhshank) April 24, 2018
જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩૦ જાન્યુઆરી, ૨૦૦૦માં પર્થના મેદાનમાં રમાયેલી મેચનો છે, જે મેચમાં ફ્લેમિંગે સચિનને બોલ્ડ કર્યો હતો.
How about This @CricketAus ?
A Classic cover drive as Birthday gift from one Birthday boy @sachin_rt to another Birthday boy @bowlologist! 😁🙏 pic.twitter.com/TxF1v11UIr
— शशांक (@iShhhshank) April 24, 2018
જો કે આ વિડીયો બાદ એક ફ્રેન્ડસે પણ ૧૯૯૮માં શારજહામાં રમાયેલી એક મેચનો વિડીયો શેર કર્યો હતો. જેમાં સચિન તેંડુલકર ફ્લેમિંગના એક બોલ પર સિક્સર ફટકારી રહ્યો છે.
૨૪ એપ્રિલના રોજ ભારતીય ક્રિકેટના ઓલ ટાઇમ લિજેન્ડ સચિન તેંડુલકર આજે પોતાનો ૪૫ મો જયારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર ડેમિયન ફ્લેમિંગ પોતાનો ૪૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે.
