Not Set/ સિક્રેટ ઓપરેશન પર બનેલી આ ફિલ્મમાં જોવા મળશે અર્જુન કપુર

મુંબઇ ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ નું શુટિંગ શરુ કરવામાં આવ્યું છે અને આ મુવીમાં મુખ્ય ભૂમિકામાં અર્જુન કપૂર જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. સુત્રોનું માનવામાં આવે તો આ ફિલ્મ 2012થી 2014 ના વચ્ચે થયેલ સિક્રેટ ઓપરેશન પર આધારિત છે. હકીકતમાં આ રિયલ ઘટનામાં ભારતની સિક્રેટ એજન્સીઓએ ગોળી […]

Uncategorized

મુંબઇ

ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ નું શુટિંગ શરુ કરવામાં આવ્યું છે અને આ મુવીમાં મુખ્ય ભૂમિકામાં અર્જુન કપૂર જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. સુત્રોનું માનવામાં આવે તો આ ફિલ્મ 2012થી 2014 ના વચ્ચે થયેલ સિક્રેટ ઓપરેશન પર આધારિત છે. હકીકતમાં આ રિયલ ઘટનામાં ભારતની સિક્રેટ એજન્સીઓએ ગોળી ચલાવ્યા વગર એક મોટા આતંકવાદીને પકડ્યો હતો. અર્જુનને ગત મહિનાથી આ ફિલ્મનું શુટિંગ શરુ કર્યું હતું.

Arjun Kapoor will be seen in the film on the secret operation के लिए इमेज परिणाम

ફિલ્મ વિશે વાત કરીએ તો, રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે અર્જુન આ ફિલ્મમાં એક તેજોતર્રા આઈબી ઓફિસરના રોલમાં છે જે દિલથી એકદમ સામાન્ય માણસ જેવો છે. જો કે આ ફિલ્મ સત્ય ઘટના પર છે એટલે માટે અમે આ ફિલ્મમાં વધારેમાં વધારે રિયલ લૂક બનાવવાની કોશિશ કરી છે. અમે મુવીના કેરક્ટરનો વ્યવહાર કેવો હોવો જોઈએ આ વિશે અમે મહિનાઓ સુધી ચર્ચાઓ કરી હતી.

Arjun Kapoor India's Most Wanted के लिए इमेज परिणाम

રાજકુમાર ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે આ સત્ય ઘટના સાથે સંકળાયેલા લોકો સાથે તેઓએ વાત પણ કરી છે. એટલે કે તેમાં તેઓ તેમના ઈમોશન્સને પણ બતાવી શકે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટુડિયો પ્રોડયુસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અર્જુનની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેંડ’ પણ રિલીઝ થવા માટે તૈયાર છે અને આ ફિલ્મમાં તેઓના સાથે પરિણીતી ચોપરા નજરે પડશે.

Arjun Kapoor parineeti chopra namastey england के लिए इमेज परिणाम