શાહજહાંપુર,
એક સગીર વયની છોકરીના યૌન શોષણના કેસમાં આસારામ બાપુને જોધપુરની સ્પેશિયલ CBI કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી જજ મધુસુદન શર્માએ આ રેપના કેસમાં આરોપીઓ આસારામ સહિત શરદ, શિલ્પીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
#AsaramBapu is convicted for #raping a minor girl by Jodhpur Scheduled Caste and Scheduled Tribe Court. The incident of rape took place in 2013.
Read @ANI Story | https://t.co/ZRRLDe8knK pic.twitter.com/DxBR4GzuUt
— ANI Digital (@ani_digital) April 25, 2018
અમને ન્યાય મળ્યો : પીડિતાના પિતા
રેપના મામલામાં આરોપી આસારામને દોષિત ઠેરવ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી ભયના માહોલમાં રહેલા રેપ પીડિતાના પિતાએ કોર્ટના આ નિર્ણય પર ખુશી જતાવી છે. પીડિતાના પિતાએ કહ્યું, “આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને અમને ન્યાય મળ્યો છે“.
કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવ્યા બાદ તેઓએ આશા જતાવી છે કે, “આ કેસના સાક્ષીઓને પણ ન્યાય મળશે જેની હત્યા કરવામાં આવી છે”.
રેપ પીડિતાના પિતાને જણાવ્યું, ” આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અમને ન્યાય મળ્યો છે. હું આ લડાઈમાં સમર્થન આપવાવાળા દરેક વ્યક્તિને હું ધન્યવાદ કહું છું. ત્યારે હવે હું આશા કરું ચુ કે, તેને સખ્ત સજા મળશે”.
આશ્રમને આ પહેલા ભગવાન માનતો હતો પીડિતાનો પરિવાર
આ બનાવ પહેલા પીડિતાના પરિવારજનો ન માત્ર આસારામ પર ભરોષો કરતા હતા પરંતુ તેઓ તેને ભગવાનની જેમ પુંજતા હતા પરંતુ રેપની ઘટના પછી આ પૂરો પરિવાર તૂટી ગયો હતો.
જો કે આ ઘટના બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન પીડિતાનો પરિવારને શારીરિક અને માનસિક રૂપથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ હિંમત ન હારી હતી અને પોતાની છોકરીને ન્યાય અપાવવા માટે અંતિમ ઘડી સુધી લડ્યા હતા.
૨૦૧૩માં પીડિતાએ આસારામ વિરુધ કરી હતી FIR
મહત્વનું છે કે, પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ ચોકીમાં ૧૯ ઓગસ્ટ ૨૦૧૩માં આસારામના વિરુધમાં એફઆઈઆર નોંધાવી હતી. પીડીતાએ પોતાના આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ૧૫ અને ૧૬ ઓગસ્ટે જોધપુરના એક ફાર્મહાઉસમાં આસારામે ઈલાજ કરવાના બહાને તેનું યૌન શોષણ કર્યું હતું
જો કે ત્યારબાદ આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી તે પછી જોધપુર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. આસારામ વિરુદ્ધ IPCની ધારા 342, 376, 354-a, 506, 509/34, જેજે એક્ટ 23વ 26 અને પોક્સો એક્ટની કલમ ૮ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
