Not Set/ જાણો એક ક્લિકમાં, એવું તો શું ખાસ છે “સંજુ” ટીઝરમાં

સંજય દત્તની બાયોપિક ‘સંજુ‘ ટીઝરને લોન્ચ થવાની સાથે જ ચર્ચાઓ વધુ તીવ્ર બની ગઇ છે. ગઈ કાલે એટલે કે 24 મી એપ્રિલે ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા જ લોકો દ્વારા  રણબીર કપૂરના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. લગભગ 22 કલાકની ટીઝર લોંચની અંદર, 16 મિલિયન લોકોએ તેને યુટ્યુબ પર જોયું છે, અને આ […]

Entertainment

સંજય દત્તની બાયોપિક ‘સંજુ‘ ટીઝરને લોન્ચ થવાની સાથે જ ચર્ચાઓ વધુ તીવ્ર બની ગઇ છે. ગઈ કાલે એટલે કે 24 મી એપ્રિલે ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા જ લોકો દ્વારા  રણબીર કપૂરના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. લગભગ 22 કલાકની ટીઝર લોંચની અંદર, 16 મિલિયન લોકોએ તેને યુટ્યુબ પર જોયું છે, અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.

ટિઝર રિલીઝ થયા પછી બધા જ રણબીર કપૂરના લુકને લઈને આશ્ચર્યચકિત છે અને દરેકને તેની પ્રશંસા કરે છે. ફિલ્મમાં, રણબીરે ફિલ્મમાં સંજય દત્તના જુદા-જુદા અવતારને પ્રદર્શિત કર્યા છે. ઘણી વખત, તે કહેવું મુશ્કેલ છે કે તે રણબીર કે સંજય દત્ત છે.

ટીઝરમાં એવું કહેવામાં આવે છે કે સંજય દત્તની કારકિર્દી ડ્રગ્સથી શરૂ થઈ અને ત્યારબાદ સેંકડો ગર્લફ્રેન્ડથી લઇ અને છેલ્લે જેલમાં ગયો ત્યાં સુધીની જીવની દર્શાવામાં આવી છે. ટીઝરની શરૂઆતમાં, રણબીર સંજય દત્તના અવતારમાં જોવા મળે છે અને દર્શાવે છે કે તેમનું જીવન સાપ-સીડી જેવું છે, ક્યારેક-ક્યારેક ઉપર અને ક્યારેક નીચે.

“સંજુ” માં રણબીર કપૂર ઉપરાંત અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, સોનમ કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ અને વિકી કૌશાલ જેવા સ્ટાર લીડ રોલમાં ભૂમિકા ભજવશે.