Not Set/ ૨૫ કરોડ રૂપિયામાં ડાલમિયા ગ્રુપે ઐતિહાસિક લાલ કિલ્લાને લીધો દત્તક

દિલ્લી, રાજધાની દિલ્લી સ્તિથ ઐતિહાસિક લાલ કિલ્લાની જવાબદારી હવે ડાલમિયા ગ્રુપના હાથમાં સોપવામાં આવી છે. કેન્દ્ર સરકારની “એડોપ્ટ એ હેરિટેજ” સ્કીમના ભાગરૂપે મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા લાલ કિલ્લાને ડાલમિયા ગ્રુપે દત્તક લીધો છે. દેશની ઐતિહાસિક સ્મારક ગણાતા લાલ કિલ્લાની દેખરેખ માટે ૨૫ કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો છે. આગામી ૫ વર્ષ માટે ડાલમિયા […]

Top Stories

દિલ્લી,

રાજધાની દિલ્લી સ્તિથ ઐતિહાસિક લાલ કિલ્લાની જવાબદારી હવે ડાલમિયા ગ્રુપના હાથમાં સોપવામાં આવી છે. કેન્દ્ર સરકારની “એડોપ્ટ એ હેરિટેજ” સ્કીમના ભાગરૂપે મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા લાલ કિલ્લાને ડાલમિયા ગ્રુપે દત્તક લીધો છે. દેશની ઐતિહાસિક સ્મારક ગણાતા લાલ કિલ્લાની દેખરેખ માટે ૨૫ કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો છે.

આગામી ૫ વર્ષ માટે ડાલમિયા ગ્રુપને આપવામાં આવી જવાબદારી 

મીડિયાના રિપોર્ટ મુજબ, ડાલમિયા ગ્રુપે આ કરાર ઇન્ડિગો એરલાઇન્સ અને જીએમઆર ગ્રુપને હરાવીને જીત્યો છે. આ સાથે ડાલમિયા ગ્રુપ દેશની કોઈ ઐતિહાસિક ઈમારતને દત્તક લેવાવાળું પ્રથમ કોર્પોરેટ હાઉસ બન્યું છે. આ કરાર હેઠળ ડાલમિયા ગ્રુપને ૫ વર્ષ માટે લાલ કિલ્લાની દેખરેખ સહિતની તમામ જવાબદારી આપવામાં આવી છે.

૨૩ મેથી કામ શરુ કરવામાં આવશે

મહત્વનું છે કે, આ કરાર એ સરકારની ઐતિહાસિક સ્મારકોની દત્તક લેવાની સ્કીમ “એડોપ્ટ એ હેરિટેજ”નો એક ભાગ છે. ડાલમિયા ગ્રુપ દ્વારા લાલ કિલ્લાના વિકાસ માટે કામ શરુ કરવાનો વિચાર શરુ કરવામાં આવ્યો છે. આ માટે ડાલમિયા ગ્રુપ દ્વારા ૨૩ મેથી કામ પણ શરુ કરવામાં આવશે.

૧૫મી ઓગસ્ટ પહેલા લાલ કિલ્લો ફરીથી સિક્યુરિટી એજન્સીઓને આપવામાં આવશે

પરંતુ ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ જયારે લાલ કિલ્લાના પ્રચીનમાંથી જયારે પીએમ મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભાષણ આપતા હોય છે ત્યારે આ પહેલા જુલાઈ મહિનાથી આ કિલ્લો ફરીથી સિક્યુરિટી એજન્સીઓને આપવામાં આવશે. જો કે ત્યારબાદ વધુ એકવાર આ કિલ્લો ડાલમિયા ગ્રુપને આપવામાં આવશે.

લાલ કિલ્લાના ઐતિહાસિક સ્મારકને દત્તક લેવા માટે ડાલમિયા ભારત ગ્રુપ, ટુરિઝમ મંત્રાલય, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI) વચ્ચે ૯ એપ્રિલના રોજ હસ્તાક્ષર થયા હતા.

ડાલમિયા ગ્રુપ દ્વારા આ સામાન્ય સુવિધાઓ આપવામાં આવશે 

આ કરાર હેઠળ ડાલમિયા ગ્રુપને ૬ મહિનાના સમયમાં લાલ કિલ્લામાં સામાન્ય સુવિધાઓ આપવી પડશે. જેમાં પાણી, સ્ટ્રીટ ફર્નિચર જેવી સામાન્ય સુવિધાઓ તેમજ એક વર્ષની અંદર ટેક્ટાઈલ મેપ, ટોયલેટ અપગ્રેડેશન, રસ્તાઓ પર લાઈટિંગ, બેટરીથી સંચાલિત વાહનો, ચાર્જીગ સ્ટેશન જેવી સુવિધાઓ પણ શામેલ છે.

સપ્ટેમ્બર ૨૦૧૭માં “એડોપ્ટ એ હેરિટેજ” નામની સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી 

મહત્વનું છે કે, સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭માં “એડોપ્ટ એ હેરિટેજ” નામની સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમના ભાગરૂપે દેશના ૧૦૦ ઐતિહાસિક સ્મારકોને કેટલાક પ્રાઇવેટ કોર્પોરેટ ગ્રુપને દત્તક આપવામાં આવશે. આ ઐતિહાસિક સ્મારકોમાં તાજમહેલ, કાંગડા ફોર્ટ, સતી ઘાટ અને કોણાર્ક મંદિર જેવા પ્રમુખ સ્થાન છે. ત્યારે હવે આગ્રાના ઐતિહાસિક તાજમહેલને દત્તક લેવા માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઈટીસી અંતિમ ચરણમાં છે.