Not Set/ ૧ લાખ કરોડ રૂપિયામાં વોલમાર્ટ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના ૭૫ ટકા ખરીદશે શેર : રિપોર્ટ

દિલ્લી, ઈ-કોમર્સની અગ્રણી કંપની ફ્લિપકાર્ટના ઓનલાઈન સર્વિસ બોર્ડ દ્વારા કંપનીના ૭૫ ટકા શેર વોલમાર્ટને વેચવા માટે મંજુરી આપવામાં આવી છે. આ ડીલની કિંમત અંદાજે ૧૫ અબજ ડોલર એટલે કે ૧,૦૦,૩૧૮ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. આ ડીલમાં સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશન પોતાની ૨૦ ટકાથી પણ વધુ ભાગીદારી વેચી રહ્યા છે. સોફ્ટબેંકના ફ્લિપકાર્ટમાં શેયર શામેલ હતા. […]

Business

દિલ્લી,

ઈ-કોમર્સની અગ્રણી કંપની ફ્લિપકાર્ટના ઓનલાઈન સર્વિસ બોર્ડ દ્વારા કંપનીના ૭૫ ટકા શેર વોલમાર્ટને વેચવા માટે મંજુરી આપવામાં આવી છે. આ ડીલની કિંમત અંદાજે ૧૫ અબજ ડોલર એટલે કે ૧,૦૦,૩૧૮ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

આ ડીલમાં સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશન પોતાની ૨૦ ટકાથી પણ વધુ ભાગીદારી વેચી રહ્યા છે. સોફ્ટબેંકના ફ્લિપકાર્ટમાં શેયર શામેલ હતા. બીજી બાજુ જાણકારોના જણાવ્યા મુજબ, અમેરિકી કંપની વોલમાર્ટ દ્વારા આ સોદો દુનિયાભરમાં પોતાના પગ પેસારા માટેનો આ એક મોટો દાવ છે.

એક રિપોર્ટમાં નામ ન લેવાની શરતે જણાવવામાં આવ્યું કે, ગુગલ પેરેન્ટ કંપની આલ્ફાબેટ પણ વોલમાર્ટની આ ડીલમાં શામેલ છે. વધુમાં તેઓએ જણાવ્યું, આ ડીલ હજી નક્કી નથી અને એમાં બદલાવ કરવાની પણ સંભાવનાઓ છે. પરંતુ આગામી ૧૦ દિવસમાં આ ડીલ અંગે વધુ જાણકારી બહાર આવશે.

આ ડીલ નક્કી થયા બાદ વોલમાર્ટ એમેઝોનને પણ મોટો ઝટકો આપી શકે છે કારણ કે એમેઝોન પણ ફ્લિપકાર્ટના મોટા શેર ખરીદીને ભારતના બજાર પર કબ્જો કરવા માંગે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લિપકાર્ટ દ્વારા આ ડીલ વોલમાર્ટ સાથે આ કારણે જ કરવામાં આવી છે, જેથી એમેઝોનનું ભારતમાં વર્ચસ્વને ઓછુ કરી શકાય. નોધનીય છે કે, તાજેતરમાં ભારતમાં ફ્લિપકાર્ટ પછી એમેઝોનની પકડ ખુબ મજબુત છે.

મહત્વનું છે કે, અમેરિકી કંપની વોલમાર્ટ ભારતના ૧.૩ બિલિયન લોકોના વધતા માર્કેટ પર પકડ બનાવવાની હોડમાં છે અને આ જ કારણે તે ડિજિટલ માર્કેટમાં પોતાની સાખને મજબુત કરી રહ્યું છે.

અમેરિકા અને ચીન બાદ ભારતમાં ઓનલાઈન માર્કેટ સૌથી વધુ છે, પરંતુ આ મામલે સોફ્ટબેંક, ફ્લિપકાર્ટ, વોલમાર્ટ અને ગુગલને ટિપ્પણી કરવા માટે ઇન્કાર કર્યો છે.