મુંબઈ
હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ 102 નોટ આઉટ પ્રથમ દિવસે માત્ર અપેક્ષિત કરતાં વધુની કમાણી કરી છે. 27 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના નિર્માતાઓએ પહેલા દિવસે 2 કરોડ સુધીની કમાણીનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ આ ફિલ્મે પહેલા જ દિવસે 3.52 કરોડની કમાણી કરી હતી.
આપને અમે પહેલા પણ જણાવી ચુક્યા છીએ કે આ ફિલ્મમાં અમિતાભ રિશી કપૂરના પિતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ 102 વર્ષના બતાવવામાં આવ્યા છે અને રિશી કપૂરને 75 વર્ષના પુત્રની ભૂમિકા કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન અને રિશી કપૂર આ ફિલ્મ પહેલા 1991માં આવેલી ફિલ્મ ‘અજુબા’માં સાથે જોવા મળ્યા હતા.
Like most content-driven films aimed at families, #102NotOut started on a slow note, but gathered momentum from evening onwards… A HEALTHY GROWTH is on the cards on Sat and Sun… Word of mouth is SUPER-STRONG… Fri ₹ 3.52 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) May 5, 2018
ઉમેશ શુક્લાના નિર્દેશક હેઠળ બનેલી આ ફિલ્મમાં હલકા ફૂલકા અંદાજમાં પિતા-પુત્રના સબંધ વિશે જણાવ્યું છે. આ ફિલ્મ ગુજરાતી નાટક ‘102 નોટ આઉટ’ પરથી બનાવવામાં આવી છે.
