Not Set/ આ બિઝનેસમેનના ઘરની પુત્રવધૂ બનશે મુકેશ અંબાણીની દીકરી ઈશા

મુંબઈ, દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે. ઈશા અંબાણી પિરામલ એન્ટરપ્રાઈઝના ચેરમેનના અજય પિરામલના ઘરની પુત્રવધૂ બનશે. આ વર્ષના અંતમાં ડિસેમ્બર મહિનામાં બંનેના લગ્ન થવાના છે. ઈશા અંબાણીની સગાઇ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે કરવામાં આવી છે. નોધનીય છે કે, […]

Top Stories

મુંબઈ,

દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમડી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે. ઈશા અંબાણી પિરામલ એન્ટરપ્રાઈઝના ચેરમેનના અજય પિરામલના ઘરની પુત્રવધૂ બનશે. આ વર્ષના અંતમાં ડિસેમ્બર મહિનામાં બંનેના લગ્ન થવાના છે.

ઈશા અંબાણીની સગાઇ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે કરવામાં આવી છે. નોધનીય છે કે, આનંદ અને ઈશા લાંબા સમયથી એકબીજાના દોસ્ત છે, ત્યારે હવે આ દોસ્તી એક લગ્નમાં પરિવર્તિત થવા જઈ રહી છે.

આ પહેલા આનંદ પિરામલે મહાબળેશ્વર મંદિરમાં ઈશા અંબાણી સામે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. અંબાણી અને પિરામલ પરિવારના સંબંધો છેલ્લા ૪૦ વર્ષથી છે. આ બંને પરિવારોએ આ શુભ અવસરની ઉજવણી એક સાથે ભોજન કરીને કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણી, તેઓના માતા કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી તેમજ બંને ભાઈઓ આકાશ અને અનંત પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોણ છે અજય પિરામલ

અજય પિરામલ એ પિરામલ એન્ટરપ્રાઈઝના ચેરમેન છે અને તેઓની ગણતરી દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે. પિરામલ જૂથ ૩૦૦૦૦ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ધરાવે છે. પિરામલ એન્ટરપ્રાઈઝ મુખ્યત્વે ફાર્મા, હેલ્થકેર અને ફાઈનાન્સ કામ કરી રહી છે.

આનંદ પિરામલ પિરામલ રિયલિટીના ફાઉન્ડર છે

વાત કરવામાં આવે આનંદ પિરામલની તો, તેઓએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે તેમજ તેઓએ યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયામાંથી ઇકોનોમિક્સમાં પણ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ પોતાના પિતા સાથે જ કામ કરે છે અને પિરામલ ગ્રુપમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. આ ઉપરાંત આનંદ પિરામલ વર્ષ ૨૦૧૨માં શરુ કરવામાં આવેલી પિરામલ રિયલિટીના ફાઉન્ડર પણ છે.

પિરામલ રિયલિટીની સ્થાપના પહેલા તેઓએ પિરામલ સ્વાસ્થ્યની પણ શરૂઆત કરી હતી, જેના દ્વારા આજે એક દિવસમાં ૪૦૦૦૦થી વધુ અલગ અલગ રોગોથી પીડાતા રોગીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર યુથ વિંગના સૌથી યુવા અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રિટેલના બોર્ડની મેમ્બર છે ઈશા અંબાણી

જયારે ઈશા અંબાણીએ સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં યેલ યુનિર્વિસટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે તેમજ તે તાજેતરમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્ટેનફોર્ડમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં માસ્ટર કરી રહી છે. આ ઉપરાંત ઇશા પિતા મુકેશ અંબાણીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રિટેલના બોર્ડની મેમ્બર પણ છે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષના માર્ચ મહિનામાં ઈશાના ભાઈ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની ગોવામાં પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી અને તેઓ આ વર્ષના અંતમાં લગ્ન પણ કરવાના છે.