મુંબઈ
ફિલ્મ કેદારનાથના નિર્દેશક અભિષેક કપૂર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.
મંગળવારના રોજ ફિલ્મ નિર્દેશક પોતાના ટ્વીટર એકાઉન્ટમાં રિલીઝ ડેટ જાહેર કરી હતી અને પોતાના ટ્વીટર પર લખ્યું કે હમ અચ્છે સે કામ કરતે હૈ. 30 નવેમ્બર તારીખ હૈ. તારીખ યાદ રખે,જય ભોલેનાથ”
We clean up pretty nice. 30th nov it is. #savethedate everyone #jaibholenath 🙏🙏#rsvp @RonnieScrewvala @pragyadav_ @gitspictures #kedarnath #kedarnaththemovie @itsSSR #saraalikhan pic.twitter.com/Ne34cl8rRX
— Abhishek Kapoor (@Abhishekapoor) May 8, 2018
આપને જણાવી દઈએ કે અભિષેક કપૂર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું જેમાં ભગવાન શિવ જોવા મળી રહ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં સુશાંત સારાના માથા પર કિસ કરતા જોવા મળી રહો છે. કેદારનાથ ભૂમિની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે.
આ ફિલ્મનો પ્રથમ શેડ્યુલ ઉત્તરાખંડના પહાડો વાળા વિસ્તારમાં જ પૂરો થઇ ગયું છે અને બાકીનું શુટિંગ મુંબઈમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં સુશાંત અને સારા પહેલી વાર સાથે જોવા મળશે.
