Not Set/ PM મોદી પહોંચ્યા નેપાળ, જાનકી મંદિરમાં પૂજા કર્યા બાદ જનકપુર-અયોધ્યા બસસેવાને બતાવી લીલી ઝંડી

જનકપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસની વિદેશ યાત્રાએ શુક્રવારે નેપાળ પહોચ્યા હતા. શુક્રવાર સવારે ૧૦.૩૦ વાગ્યે નેપાળના જનકપુર પહોચ્યા બાદ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. Prime Minister #NarendraModi has arrived at #Janakpur airport to embark on a two-day visit to #Nepal Read @ANI Story | https://t.co/1ir3378lSx pic.twitter.com/2htR6XU5kq — ANI Digital (@ani_digital) May 11, 2018 […]

Top Stories

જનકપુર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસની વિદેશ યાત્રાએ શુક્રવારે નેપાળ પહોચ્યા હતા. શુક્રવાર સવારે ૧૦.૩૦ વાગ્યે નેપાળના જનકપુર પહોચ્યા બાદ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ ત્રીજી નેપાળ યાત્રા છે. જનકપુર પહોંચ્યા બાદ તેઓ જાનકી મંદિર રવાના થયા હતા અને પુરા વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી.

ત્યારબાદ વડાપ્રધાન મોદીએ જનકપુર-અયોધ્યા વચ્ચે બસ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હવે આ બસસેવાને રામાયણ સર્કિટના વિસ્તાર તરીકે પણ જોવા મળી રહી છે.

જનકપુર-અયોધ્યા વચ્ચેની બસસેવાને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું, “ભારત અને નેપાળ બંને રાષ્ટ્રો વચ્ચે રામાયણ સર્કિટના નિર્માણ માટે કામ કરી રહ્યા છે. આ ફાઉન્ડેશન બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર એક મજબૂત પાયો બનીને કામ કરશે”.

માતા સીતાની પૂજા કકરવી એ મારું સૌભાગ્ય

આ પહેલા જાનકી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓએ જણાવ્યું, “મને ગર્વ છે કે અહિયાં આવીને માતા સીતાની પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. હું ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેઓએ જનકપુરમાં આવીને મંદિરમાં પૂજા કરી છે. હું નેપાળના પ્રધાનમંત્રીને ધન્યવાદ કરું છું”.

બંને દેશ મળીને રામાયણ સર્કિટની યોજનાને આગળ વધારી રહ્યા છે 

તેઓએ વધુમાં જણાવ્યું, “સમગ્ર દુનિયામાં પ્રવાસન ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે બંને દેશ મળીને રામાયણ સર્કિટની યોજનાને આગળ વધારી રહ્યા છે. મારા મારે ખુશીની વાત છે કે, જે યુપીના બનારસે મને પ્રધાનમંત્રી બનાવ્યો છે અને તે જ યુપીના અયોધ્યાથી જનકપુર વચ્ચે બસ સેવા શરુ થઇ રહી છે”.

આ એક ઐતિહાસિક પળ છે 

પીએમ મોદી આ બસ સેવાને ઐતિહાસિક પળ ગણાવતા કહ્યું, “આ એક ઐતિહાસિક પળ છે કે નેપાળના પ્રધાનમંત્રી સ્વયં કાઠમાંડુથી જનકપુર આવ્યા અને મારું સ્વાગત-સન્માન કર્યું. હું નેપાળ સરકારનો, રાજ્ય સરકારનો અને નગર સરકારનો આભાર વ્યક્ત કરું છું. નેપાળે મને જે સન્માન આપ્યું છે, જે હજારો વર્ષોની પરંપરા અને સવા સો કરોડ ભારતવાસીઓનું સન્માન છે.