બેંગલુરુ,
કર્ણાટકમાં હાલમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પોતાની પસંદના ઉમેદવારને વિજેતા બનાવવા માટે મતદાન કેન્દ્ર પહોંચી રહ્યા છે. દરેક પાર્ટીઓએ પોત-પોતાની સરકાર બનાવવાના અને બહુમત મળવાના દાવા-પ્રતિદાવાઓ કરવામાં આવ્યા છે.
એક તરફ જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ નેતાઓની વચ્ચે જુબાની જંગ પણ ખેલાઈ રહ્યો છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાને માનસિક રીતે અસ્થિર ગણાવ્યા છે. તેમને ફરી એક વખત ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થવાની વાતને દોહરાવી હતી.
Chief Minister Siddaramaiah casts his vote in Chamundeshwari. He is contesting from Chamundeshwari and Badami constituencies #KarnatakaElections2018 pic.twitter.com/Ougib8OncL
— ANI (@ANI) May 12, 2018
ભાજપ ખુલ્લેઆમ જેડીએસનું સમર્થન કરી રહ્યું છે : સિદ્ધારામૈયા
JDS has distributed a lot of money, their candidate says he is a society secretary, so from where did he get so much money? Also, BJP is openly supporting JDS, they have put up a dummy candidate here: Karnataka CM Siddaramaiah on Chamundeshwari constituency pic.twitter.com/TzQmd44S70
— ANI (@ANI) May 12, 2018
સિદ્ધારામૈયાએ ચામુંડેશ્વરી વિધાનસભા સીટને લઈને કહ્યું હતું કે, “જેડીએસએ લોકોને ઘણા બધા પૈસાનું વિતરણ કર્યું છે. તેમના ઉમેદવાર કહી રહ્યા છે કે તેઓ સમાજના રખવાળા છે. તેમની પાસે આખરે આટલાં બધાં પૈસા ક્યાંથી આવી રહ્યાં છે? સાથે જ ભાજપ ખુલ્લેઆમ જેડીએસનું સમર્થન કરી રહ્યું છે. તેમણે અહિયાં એક ડમી ઉમેદવારને ઉભો રાખ્યો છે.’
સિદ્ધારામૈયાએ કોંગ્રેસને ૧૨૦ બેઠક મળવાનો કર્યો દાવો
#WATCH: As voting in #Karnataka continues, CM Siddaramaiah says, 'Yeddyurappa is mentally disturbed. Congress will get more than 120 seats. I am very confident.' #KarnatakaElections2018 pic.twitter.com/yE6isfZcYq
— ANI (@ANI) May 12, 2018
મૈસુરમાં મત આપ્યા પછી સિદ્ધારામૈયાએ કહ્યું હતું કે, “અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતની સાથે ફરીથી સત્તામાં આવશે. યેદિયુરપ્પા માનસિક રીતે અસ્થિર છે. કોંગ્રેસને ૧૨૦ કરતા વધુ બેઠકો મળશે”.
યેદિયુરપ્પાએ કહ્યું ભાજપને મળશે ૧૫૦થી વધુ બેઠક
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પાએ મતદાન શરુ થતા અગાઉ જ પોતાના ઘરે પૂજા કરી હતી. ત્યાર બાદ તેઓ શિકારપુરમાં એક મંદિરમાં ગયા હતા અને ત્યાં પણ તેમને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
તેઓએ કહ્યું હતું કે, “કર્ણાટકની જનતા સિદ્ધારામૈયા સરકારથી પરેશાન થઇ ગઈ છે. અમે ૧૫૦થી વધુ બેઠકો જીતીશું અને સરકાર બનાવીશું. તેમણે લોકોને અપીલ કરી હતી કે, લોકતંત્રના આ ખાસ દિવસે પોતાના ઘરમાંથી બહાર આવો અને ભાજપની માટે મતદાન કરો”.
JDSએ કહ્યું, અમે જાદુઈ આંકડો પાર કરીશું
JD(S)'s HD Deve Gowda cast his vote at polling booth no.244 in Holenarasipura town in Hassan district, says, 'We expect a possibility of forming the government, we have done well.' #KarnatakaElections2018 pic.twitter.com/UiQyAsSDFe
— ANI (@ANI) May 12, 2018
કર્ણાટકની સત્તા પર કબજો મેળવવા માટે પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાની પાર્ટી જનતાદળ સેક્યુલર (જેડીએસ) પણ મેદાનમાં છે. હસન જિલ્લાના હોલેનરસિરપુરા શહેરના પોલીંગ બુથ નંબર ૨૪૪માં પરિવાર સહિત મતદાન કરવા માટે આવેલા પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડાએ કહ્યું હતું કે, “અમને સરકાર બનાવવાની અપેક્ષા છે. અમે સારું કામ કર્યું છે”.
જયારે તેમના પુત્ર અને પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર કુમારસ્વામીએ પોતાની પત્ની અનીતાની સાથે મત આપ્યો હતો અને કહ્યું હતું કે, “અમને પૂરો વિશ્વાસ છે કે જેડીએસ પોતાની તાકાત ઉપર જાદુઈ આંકડો પર કરી લેશે”.
