Not Set/ જમ્મુ-કાશ્મીર : મોદી સરકારે માની મહેબૂબા મુફ્તીની માંગ, રમજાનમાં નહિ કરાય ઓપરેશન

નવી દિલ્હી, મુસલમાનોના પવિત્ર માસ રમજાનમાં સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી, તે હવે મોદી સરકાર દ્વારા માની લેવામાં આવી છે. The Central Government has asked the security forces not to launch operations in #JammuAndKashmir during the month of #Ramzan Read @ANI story | […]

Top Stories India Trending

નવી દિલ્હી,

મુસલમાનોના પવિત્ર માસ રમજાનમાં સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી, તે હવે મોદી સરકાર દ્વારા માની લેવામાં આવી છે.

સરકાર દ્વારા રમજાન દરમિયાન સુરક્ષાબળોને કોઈ ઓપરેશન હાથ ન ધરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા પણ આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને આપી દેવામાં આવી છે.

નિર્ણયમાં આ શરતો પણ છે

જો કે આ દરમિયાન કોઈ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાબળોને વળતો પ્રહાર કરવાનો અધિકાર રહેશે. આ સાથે જ સેનાનું સામાન્ય પેટ્રોલિંગ ચાલુ રહેશે. આ નિર્ણય એલઓસી પર લાગુ નહિ પડે.

આ નિર્ણય પાછળ સરકારની શું આશા છે?

સરકારે આશા વ્યક્ત કરી છે કે, અભિયાનમાં સહયોગ કરીશું જેના કારણે મુસ્લિમ ભાઈ-બહેનો કોઈ પણ તકલીફ વિના રમજાનની ઉજવણી કરી શકે. કેન્દ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે, એવા લોકોની ઓળખ કરવી જરૂરી છે કે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને ખરાબ ચીતરાવે છે.

મહેબૂબા મુફ્તીએ કર્યું નિર્ણયનું સ્વાગત  

મોદી સરકારના ‘સીજફાયર’ના નિર્ણયને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સ્વાગત કર્યું છે. મહેબૂબા મુફ્તીઅએ ટ્વીટ કર્યું છે, “રમજાનમાં સીજફાયરના નિર્ણયનું હું દિલથી સ્વાગત કરું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી રાજનાથસિંહને ધન્યવાદ આપવા માંગું છું. સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેનારા તમામ નેતાઓ અને પક્ષો (પાર્ટીઓ)ની પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું.”

 મહેબૂબા મુફ્તીની શું હતી અપીલ ?

મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સર્વપક્ષીય બેઠક બોલાવીને કેન્દ્ર સરકાર પાસે ઘાટીમાં રમજાન અને અમરનાથ યાત્રાની માટે એકતરફી સીજફાયરની માંગ કરી હતી.

આ બેઠક પછી સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “આપણે બધાએ ભારત સરકારને અપીલ કરવી જોઈએ કે, રમજાનના મુબારક અવસરે અને અમરનાથ યાત્રાના પ્રારંભ સમયે જેવી રીતે વર્ષ ૨૦૦૦માં અટલજીએ સીજફાયર કર્યું હતું, તેવી જ રીતના કોઈ પગલાં લેવામાં આવે. જેના કારણે સામાન્ય લોકોએ થોડી રાહત મળે. આ સમયે જો એનકાઉન્ટર થઈ રહ્યા છે, સર્ચ ઓપરેશન થઈ રહ્યા છે. તેમાં સામાન્ય લોકોને ઘણી જ તકલીફ થઈ રહી છે. આપણે એવા પગલાં લેવા જોઈએ જેનાથી લોકોનો વિશ્વાસ કાયમ રહે.”

શું છે સીજ ફાયર?

આતંકીઓ અથવા સીમા પર જયારે સેના કોઈ કાર્યવાહી નથી કરતી તો તેને સીજફાયર અથવા યુદ્ધવિરામ કહેવાય છે. સીજફાયરમાં સુરક્ષાબળ અગાઉ કાર્યવાહી કરતા નથી. જે તરફથી પહેલાં ગોળીબારી કરવામાં આવે છે તેને સીજફાયરનું ઉલ્લંઘન કહેવાય છે.

વાજપેયી સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું સીજફાયરનું એલાન

આ પહેલા નવેમ્બર ૨૦૦૦માં વાજપેયી સરકારે સીજફાયરનું એલાન કર્યું હતું. રમજાનના કારણે ઘાટીમાં સીજફાયરનું એલાન કરવામાં આવ્યું હતું. તે સમયે કહેવાયું હતું કે, રમજાનમાં ઘાટીમાં સુરક્ષાબળોની કામગીરીથી લોકોને પરેશાની થાય છે.

આ દરમિયાન સુરક્ષાબળોને કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આતંકી હુમલા થાય ત્યારે કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ મળી હતી. રમજાન-અમરનાથ યાત્રાના કારણે ફરીથી સીજફાયરની માંગણી ઉઠવા પામી છે.