રાહુલ ગાંધીએ સરકાર પર તીખો હુમલો કરતા જણાવ્યું હતું કે કર્ણાટકમાં બહુમતી વગરની સરકાર અણી છે, જે દ્વારા બંધારણની હત્યા થઇ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે બંધારણ પર આ હુમલો ગણાશે. આપને એકજુટ થઇ અને સામનો કરવો પડશે.
છત્તીસગઢ જનસ્વરાજ સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશની બધી સંસ્થાઓને ડરાવવામાં આવી રહી છે. જજ પણ ડરેલા જણાય છે. તેમને જણાવ્યું હતું કે અમુ લોકો આ બાબતનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે,
“એક તરફ હત્યાનો આરોપી દેશની રાષ્ટ્રીય પાર્ટીનો પ્રમુખ છે, ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચાર જજ એમ કહી રહ્યા છે કે તેઓ કામ નથી કરી શકતા. મીડિયા પણ ડરના માહોલમાં કામ નથી કરી શકતું.”
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આવી ચીજો એક લોકતાંત્રિક દેશમાં પહેલીવાર થઇ છે. આવું બધું બસ તાનાશાહી દેશોમાં જ જોવા મળે છે. આવું માત્ર પાકિસ્તાન અને આફ્રિકામાં જોવા મળી શકે છે. જનરલ આવીને પ્રેસને અને કોર્ટને દબાવી દે છે. પરંતુ હિન્દુસ્તાનમાં 70 વર્ષમાં આવું પહેલી વાર થયેલું જણાય છે.
તેમને જણાવ્યું હતું કે “આરએસએસ અને ભાજપ નથી ઈચ્છતા કે આ દેશની ગરીબ જનતાનો અવાજ સાંભળવામાં આવે. તેમના પ્રમાણે મહિલાઓનું કામ ખાવાનું બનાવવું છે બીજું કોઈ નહિ, તેમનાં માટે દલિતોનું કામ માત્ર સફાઈ કરવાનું છે , ભણવાનું નહિ.
તેમને જણાવ્યું કે ભાજપ અને આરએસએસ નું એક જ લક્ષ્ય છે કે મહિલાઓ, ગરીબો, અને ખેડૂતોની અવાજને દબાવવામાં આવે અને હિન્દુસ્તાનનાં ગણ્યા ગાંઠ્યા લોકોને ધન અને શાસ આપી દેવામાં આવે.
