Not Set/ મકાનમાં શોર્ટ સર્કિટથી ભડકી આગના કારણે ગેસના બાટલામાં થયો વિસ્ફોટ

બનાસકાંઠા, બનાસકાંઠાના વાવ તાલુકામાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગની ઘટના બની હતી. વાવ તાલુકાના અસારા ગામમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ગેસના બાટલામાં વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ આ આગને લીધે રોકડ રકમ સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઇ હતી. ત્યારે ગ્રામજનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય […]

Gujarat Others Trending

બનાસકાંઠા,

બનાસકાંઠાના વાવ તાલુકામાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગની ઘટના બની હતી. વાવ તાલુકાના અસારા ગામમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ગેસના બાટલામાં વિસ્ફોટ થયો હતો.

મળતી માહિતી મુજબ આ આગને લીધે રોકડ રકમ સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઇ હતી. ત્યારે ગ્રામજનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આગની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે..ત્યારે વધુ એકવાર આગ બંધ મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગની ઘટના બની હતી..ત્યારે આ આગને લીધે ભારે નુકશાન થયુ હતુ…