Not Set/ પીએમ મોદી અને પુતિન વચ્ચેની વાતમાં સાત વાર વાજપાયીને યાદ્દ કરાયા : જાણો શું હતો હેતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સોચીમાં થયેલી અનૌપચારીક શિખર વાર્તા દરમિયાન ભારત- રશિયા વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ પર લઇ ગયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીને ઓછામાં ઓછા સાત વાર યાદ કાર્ય હતા. ૨૦૦૧માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી સાથે એમનો પહેલો રશિયા પ્રવાસ યાદ કરતા પીએમ મોદીએ […]

World Trending Politics

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સોચીમાં થયેલી અનૌપચારીક શિખર વાર્તા દરમિયાન ભારત-
રશિયા વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ પર લઇ ગયા હતા. પીએમ મોદીએ આ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીને
ઓછામાં ઓછા સાત વાર યાદ કાર્ય હતા. ૨૦૦૧માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી સાથે એમનો પહેલો રશિયા
પ્રવાસ યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે એમની રાજનીતિક કેરિયરમાં પણ પુતિન અને રશિયા ખુબ મહત્વપૂર્ણ છે, કારણ કે પુતિન
પહેલા વૈશ્વિક નેતા હતા જેની સાથે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાબાદ મુલાકાત કરી હતી. મોદીએ કહ્યું કે એ વાત ને
૧૮ વર્ષ થઇ ગયા છે અને વિભિન્ન મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મને તમારી મુલાકાતના ઘણાં અવસરો મળ્યા અને ભારત-
રાશીયાના સંબંધોને આગળ લઇ જવાની કોશિશ કરી છે.

તેમણે કહ્યું કે તત્કાલીન પ્રધાનમંત્રી વાજપાયી અને રાષ્ટ્રપતિ પુતિન દ્વારા રણનીતિક સાજેદારીનું જે બીજ રોપવામાં આવેલું તે હવે
બંને દેશો વચ્ચે વિશેષાધિકાર રણનીતિક સાજેદારીમાં તબ્દીલ થઇ ગયું છે. એસસીઓનું સભ્ય પદ અપાવવા બદલ આપ્યા ધન્યવાદ
શાંઘાઈ સહયોગ સંગઠનનું કાયમી સભ્યપદ મેળવવામાં રશીયાએ ભારતને મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા બદલ પીએમ મોદીએ
રશિયાને ધન્યવાદ આપ્યા હતા. આંઠ દેશોના આ સંગઠનનો હેતુ સભ્ય દેશોમાં સેના અને આર્થિક સહયોગ વધારવાનો છે. ભારત
અને પાકિસ્તાનને ગયા વર્ષે આ સંગઠનનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું કે અમે આંતરાષ્ટ્રીય ઉતર દક્ષીણ પરિવહન
અને બ્રિકસ પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ચોથી વાર રાષ્ટપતિ બનવા બદલ પુતિનને આપ્યા અભિનંદન
મોદીએ પુતિનને ચોથી વાર રશીયાના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે તમારી
સાથે ફોન પર વાત થઇ અને થોડાજ સમયમાં તમને મળીને અભિનંદન આપવાનો મૌકો મને મળ્યો. વર્ષ ૨૦૦૦માં જયારે તમે
પદભાર સંભાળ્યો ત્યારથી આપદા સંબંધો ઐતિહાસિક રહ્યા છે. પુતીને કહ્યું સંબંધોમાં નવીનતા લાવશે મોદીનો આ પ્રવાસ
પ્રધાનમંત્રી મ્દીનું સ્વાગત કરતા પુતીને કહ્યું કે તેમનો આ પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોમાં નવીનતા લાવશે. એમને કહ્યું કે અમારા રક્ષા
મંત્રાલયો ખુબજ નજીકના સંપર્ક અને સહયોગ રાખે છે.આ જ અમારી ઉચ્ચસ્તરીય રણનીતિક સાજેદારી દર્શાવે છે. એમણે
વિદેશનીતિના ક્ષેત્રમાં બંને દેશોના સંયુક્ત સહયોગની પણ પ્રશંશા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિએ આના માટે સંયુક્ત રાષ્ટ્ર, બ્રિકસ
અને એસસીઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પુતીને કહ્યું કે ગયા વર્ષે આપસના વ્યાપારમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ હતી, અને આ
વર્ષના શરૂઆતના મહિનાઓમાં ૧૭ ટકાથી પણ વધારે વૃદ્ધી થઇ છે.ફીફા વર્લ્ડ કપ ના આયોજન બદલ મોદીએ આપ્યા અભિનંદન
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિન અને રશિયાને ફીફા વર્લ્ડ કપ-૨૦૧૮ના આયોજન બદલ અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી એ
કહ્યું કે આખી દુનિયા ફીફા વર્લ્ડ કપ-૨૦૧૮ ની ઉત્સુકતાથી પ્રતીક્ષા કરી રહી છે.

અત્યંત સફળ રહી મુલાકાત

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત અત્યંત સફળ રહી હોવાનું જણાવ્યું છે. એમણે કહ્યું કે આ દરમિયાન ભારત-
રશિયાના સંબંધોની બધીબાજુ થી સમીક્ષા કરવામાં આવી છે. બંને નેતાઓએ આતંકવાદ અને ચરમપંત પર ચિંતા વ્યક્ત કરી હતી.
એમણે નીતિ આયોગ અને રશિયાના આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે રણનીતિક આર્થીક વાર્તા પર સહમતી દર્શાવી હતી.
રશીયા ના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ તરફથી સરકારી સમાચાર એજન્સી તાસે કહ્યું કે ખુબજ ગહન વાર્તા થઇ છે. એમણે કહ્યું કે મને
આશા છે કે બંને નેતાઓ વચ્ચેની અનૌપચારિક વાતચીત અમારા વિકાસ અને રણનીતિક સાજેદારીને વધારે પરિભાષિત કરશે. ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તર પર વિભિન્ન ક્ષેત્રોમાં આમારા સહયોગ પર પણ વાતચીત થઇ છે.