Not Set/ ઘરે ટ્રાય કરો બાજરી,ચોખા અને ફણગાવેલા મગ પુડલા

સામગ્રી (ખીરું માટે) 1/2 કપ બાજરીનો લોટ 1/2 કપ ચોખાનો લોટ 1/2 કપ તાજું દહીં 1/2 કપ ફણગાવેલા મગ 1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર મીઠું (સ્વાદાનુસાર) 1/4 ટીસ્પૂન હળદર અન્ય સામગ્રી તેલ (ચોપડવા અને રાંધવા માટે) બનાવવાની રીત  (ખીરા માટે) એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી […]

Food Lifestyle

સામગ્રી (ખીરું માટે)

1/2 કપ બાજરીનો લોટ

1/2 કપ ચોખાનો લોટ

1/2 કપ તાજું દહીં

1/2 કપ ફણગાવેલા મગ

1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા

1/4 કપ ઝીણી સમારેલી કોથમીર

મીઠું (સ્વાદાનુસાર)

1/4 ટીસ્પૂન હળદર

અન્ય સામગ્રી

તેલ (ચોપડવા અને રાંધવા માટે)

બનાવવાની રીત  (ખીરા માટે)

એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી રેડી શકાય એવું ખીરૂ બનાવી લો. હવે તેમાં હળદર નાખીને સારી રીતે મિક્સ કરી15 મિનિટ સુધી બાજુ પર રાખો.

આગળની રીત

એક નોન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી ગરમ કરો. તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમાચા વડે ફેલાવીને 75 મી. મી. (3) વ્યાસનો ગોળાકાર બનાવો. હવે તેને થોડા તેલની મદદથી તેની બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ઉપર પ્રમાણે, બાકીના ખીરામાંથી બીજા 14 પુડલા બનાવો. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.