Not Set/ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર, કેમિકલથી કેરી પકવતા વેપારીઓ પર તંત્રની તવાઈ

મોડાસા, અરવલ્લીના મોડાસામાં મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર પડી છે. કેમિકલથી કેરી પકવતા વેપારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મંતવ્ય ન્યુઝના અહેવાલથી તંત્ર હરકતમાં આવ્યુ છે. મોડાસામાં કેરીના વેપારીઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે. મળતી માહિતી મુજબ કેરી પકવતાં ગોરખધંધાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે […]

Gujarat Others

મોડાસા,

અરવલ્લીના મોડાસામાં મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર પડી છે. કેમિકલથી કેરી પકવતા વેપારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મંતવ્ય ન્યુઝના અહેવાલથી તંત્ર હરકતમાં આવ્યુ છે.

મોડાસામાં કેરીના વેપારીઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે. મળતી માહિતી મુજબ કેરી પકવતાં ગોરખધંધાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અરવલ્લીના મોડાસામાં કેમિકલથી કેરી પકવતા વેપારીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે આ વેપારીઓના વિરુદ્વમાં કાર્યવાહી હાથ ધરી છે.