Not Set/ IPL 2018 : રાજસ્થાનને ૨૫ રને હરાવી KKRની ટીમે ક્વોલિફાયર ૨માં મારી એન્ટ્રી

કલકત્તા કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલા  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના એલિમિનેટર મેચમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૫ રને રોમાંચક વિજય મેળવ્યો છે. KKR દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના  ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૪૪ રન જ બનાવી શકી હતી. આ વિજય સાથે કોલકાતા ટીમે IPLના ક્વોલિફાયર ૨માં પ્રવેશ કર્યો છે જયારે રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી […]

Top Stories Trending Sports

કલકત્તા

કલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલા  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના એલિમિનેટર મેચમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૫ રને રોમાંચક વિજય મેળવ્યો છે. KKR દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના  ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૪૪ રન જ બનાવી શકી હતી. આ વિજય સાથે કોલકાતા ટીમે IPLના ક્વોલિફાયર ૨માં પ્રવેશ કર્યો છે જયારે રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે.

KKRના શાનદાર વિજયના હિરો સ્પિન બોલર પિયુષ ચાવલા, કેપ્ટન દિનેશ કાર્તિક અને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ રહ્યા હતા, પરંતુ કેરેબિયન સ્ફોટક બેટ્સમેન રસેલને ૪૯ રનની તોફાની ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને  ૧૬૯ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન સુનિલ નરેન માત્ર ૪ રન બનાવી સ્પિન બોલર ગૌતમનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે ક્રિશ લીન પણ માત્ર ૧૮ રન બનાવી આઉટ થયો હતો.

બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા મિડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથ્થપા પણ ૩ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જો કે ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિકે ૩૮ બોલમાં ૪ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૫૨ રન ફટકાર્યા હતા. જયારે અન્ડર-૧૯ સ્ટાર શુભમાન ગીલ ૧૭ બોલમાં ૨૮ રન ફટકાર્યા હતા.

મેચની અંતિમ ઓવરોમાં કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે માત્ર ૨૫ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા. ૪૯ રનની તૂફાની ઇનિંગ્સમાં રસેલે ૫ ગગનચુંબી સિક્સર અને ૩ ચોક્કા ફટકાર્યા હતા. જયારે રાજસ્થાન તરફથી કૃષ્ણપા ગૌતમ, જોફ્રા આર્ચરે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

KKR દ્વારા આપવામાં આવેલા ૧૭૦ રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૪૪ રન જ બનાવી શકી અને આ હાર સાથે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ હતી. ૧૭૦ રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી અને કેપ્ટન અજીન્ક્ય રહાનેની જોડીએ ૫ ઓવરમાં ૪૭ રનની ભાગીદારી નોધાવી હતી. રાહુલ ત્રિપાઠી ૧૩ બોલમાં ૨૦ રન ફટકારી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે કેપ્ટન રહાનેએ ૪૧ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા સ્ફોટક બેટ્સમેન સંજુ સેમસને ૩૮ બોલમાં ૨ સિક્સર અને ૪ ચોક્કા સાથે ૫૦ રન ફટકાર્યા હતા જયારે વિકેટકીપર બેટ્સમેન ક્લેસને ૧૮ રન બનાવ્યા હતા પરંતુ તેઓ પોતાની ટીમને વિજય સુધી પહોચાડી શક્યા ન હતા. KKR તરફથી સ્પિન બોલર પિયુષ ચાવલાએ ૨ વિકેટ ઝડપી હતી જયારે પ્રસિદ્ધ અને કુલદીપ યાદવે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.