Not Set/ પીએમ મોદી એ વિરાટ કોહલીની કઈ ચેલેન્જ સ્વીકારી? વાંચો

દેશના યુવા બાબત અને રમત-ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરના #HumFitTohIndiaFit અભિયાનને આગળ વધારતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ બુધવારે પ્રધાનમંત્રી મોદીને તથા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કા ને પણ આ ફિટનેસ ચેલેન્જ આપી છે. આ અભિયાન ચાલુ કરતા બુધવારે રાજયવર્ધનસિંહ રાઠોરે પોતાનો કસરત કરતો એક વીડિઓ ટ્વીટર પર મુક્યો હતો અને સાથે વિરાટ કોહલી, […]

Top Stories Trending

દેશના યુવા બાબત અને રમત-ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરના #HumFitTohIndiaFit અભિયાનને આગળ વધારતા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ બુધવારે પ્રધાનમંત્રી મોદીને તથા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પત્ની અનુષ્કા ને પણ આ ફિટનેસ ચેલેન્જ આપી છે.

આ અભિયાન ચાલુ કરતા બુધવારે રાજયવર્ધનસિંહ રાઠોરે પોતાનો કસરત કરતો એક વીડિઓ ટ્વીટર પર મુક્યો હતો અને સાથે વિરાટ કોહલી, રિતિક રોશન અને સાઈના નહેવાલ ને ચેલેન્જ આપી હતી. રાઠોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો પ્રેરણાસ્રોત છે.

કોહલીએ ટ્વીટર પર પોતાનો પ્લાંક કરતો વીડિઓ પોસ્ટ કર્યો હતો અને પત્ની અનુષ્કા, ધોની તથા પીએમ મોદીને આ ચેલેન્જ માટે આમંત્રણ આપ્યું હતું.

પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે હું ચેલેન્જ સ્વીકારું છું, વિરાટ ! મારો ફિટનેસ વીડિઓ હું જલ્દી શેર કરીશ.

પીએમ મોદીએ આગળ કોઈને ચેલેન્જ કર્યા નહતા. અનુષ્કા શર્મા અને ધોનીએ હજુ સુધી વિરાટને કોઈ ઉતર આપ્યો નથી.

બુધવારે રાઠોરે પોતાનો વીડિઓ પોસ્ટ કરીને બધા ભારતીયોને પોતાનો “ફિટનેસ મંત્રનો” વીડિઓ પોસ્ટ કરવા વિનંતી કરી હતી.

રિતિક રોશને પોતાનો ફિટનેસ વીડિઓ પોસ્ટ કરતા ટ્વીટર પર લખ્યું હતું કે ” આ નવી શરૂઆતનો મને ખુબ ગર્વ  છે. હું મારી ઓફીસ જવા માટે ચાલુ છું, સાયકલીંગ કરું છું, પૃથ્વીને મહેસુસ કરું છું, કારમાં બેસી રહેવું એ સમયની બરબાદી છે.”

સાઈના નહેવાલે પોતાનો ફિટનેસ વીડિઓ પોસ્ટ કરતા પીવી સિંધુ, રાણા દગ્ગુબાટી અને ગૌતમ ગંભીરને ચેલેન્જ આગળ વધારી હતી.

રાઠોરની આ ચેલેન્જ ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજીજુ અને નાણામંત્રી પીયુષ ગોયલે પણ સ્વીકારી હતી અને તેમણે પણ તેમનો ફિટનેસ મંત્ર શેર કર્યો હતો.