Not Set/ Hyundai દ્વારા i-20નું નવું CVT ઓટોમેટિક મોડલ કરાયું લોન્ચ, જુઓ આ કારની કિંમત અને ફિચર્સ

મુંબઈ, કાર નિર્માતા કંપની Hyundai દ્વારા i-20નું CVT ઓટોમેટિક મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. i-20નું CVT ઓટોમેટિક વર્જન મેગ્ના અને એસ્ટા એમ બે વેરિયંટમાં ઉપલબ્ધ રહેશે. આ કારની શરૂઆતી કિંમત કંપની દ્વારા 7.૦4 લાખ રૂપિયા જયારે એસ્ટા વેરિયંટની કિંમત 8.1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ નવી Hyundai i-20ના CVT મોડલમાં જુના મોડલની જગ્યાએ 1.4 […]

Tech & Auto

મુંબઈ,

કાર નિર્માતા કંપની Hyundai દ્વારા i-20નું CVT ઓટોમેટિક મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. i-20નું CVT ઓટોમેટિક વર્જન મેગ્ના અને એસ્ટા એમ બે વેરિયંટમાં ઉપલબ્ધ રહેશે.

આ કારની શરૂઆતી કિંમત કંપની દ્વારા 7.૦4 લાખ રૂપિયા જયારે એસ્ટા વેરિયંટની કિંમત 8.1 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ નવી Hyundai i-20ના CVT મોડલમાં જુના મોડલની જગ્યાએ 1.4 લીટર એન્જીન અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટરને પણ રિપ્લેસ કરવામાં આવ્યું છે.

કંપની દ્વારા જણાવ્યા અનુસાર, “પ્રીમિયમ કોમ્પેક્ટ હેચબેક સેગમેન્ટ ૨૦૧૪માં 4.5 ટકાની જગ્યાએ ૨૦૧૭માં 13 ટકા સુધી પહોચ્યું છે. જયારે આ સેગમેન્ટમાં ઓટોમેટિક વેરિયંટમાં આ સમયગાળામાં ચારથી વધીને 14 ટકા જેટલો ગ્રોથ જોવા મળ્યો છે.

ફિચર્સ  :

Hyunda દ્વારા લોમ્ચા કરાયેલા i-20ના ન્યુ CVT ઓટોમેટિક મોડલમાં નવા કાસ્કેડિંગ ગ્રિલ, રિવાઈજ બંપર અને સ્મોક્ડ હેડલેમ્પ પણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત નવી ટચસ્ક્રીન ઈંફોટેન્ટમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે.

i-20ના ન્યુ CVT ઓટોમેટિકમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, LED ટેલલાઈટ્સ, ડ્યુઅલ ટોન બંપર, ડાયમંડ કટ એલોય વિલ્જ આપવામાં આવ્યું છે.

બુકિંગ ક્યારે શરૂ થશે

i-20ના ન્યુ CVT ઓટોમેટિક કારનું બુકિંગ આ જ મહિને શરૂ કરી દેવામાં આવી છે અને મહિનાના અંત સુધીમાં આ મોડલની ડિલિવરી પણ કરવામાં આવશે.