Not Set/ ધો.12 સાયન્સ પુરક પરીક્ષામાં એક ના બદલે બે વિષયની પરીક્ષા આપી શકાશે: GSEB

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અનુત્તિર્ણ થયેલ વિધાર્થીઓ માટેની પુરક પરીક્ષામાં વિધાર્થીઓ એકના બદલે બે વિષયની પરીક્ષા આપી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-૨૦૧૮ની પરીક્ષામાં એક (1) વિષયમાં અનુત્તિર્ણ […]

Ahmedabad Gujarat Trending
In the standard 12-science science exam, two subjects can be examined instead of one: GSEB

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અનુત્તિર્ણ થયેલ વિધાર્થીઓ માટેની પુરક પરીક્ષામાં વિધાર્થીઓ એકના બદલે બે વિષયની પરીક્ષા આપી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-૨૦૧૮ની પરીક્ષામાં એક (1) વિષયમાં અનુત્તિર્ણ થયેલા જુલાઈ (પુરક)-૨૦૧૮ની પરીક્ષામાં ઉપસ્થિત થવાની પાત્રતા હતી, જે અંગેની યાદી શાળાઓને મોકલી આપવામાં આવી હતી તેને રદ ગણવી અને બોર્ડ દ્વારા હાલમાં લેવાયેલા નિર્ણય મુજબ એક (1) અને બે (2) વિષયમાં અનુત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જુલાઈ (પુરક)-૨૦૧૮ આપી શકશે.

આં પરીક્ષામાં ઉપસ્થિત થવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી સામાન્ય પ્રવાહના પરિણામની સાથે તા. ૩૧-૦૫-૨૦૧૮ ના રોજ જિલ્લાના વિતરણ કેન્દ્ર ઉપરથી વિતરણ કરવામાં આવનાર છે. આ યાદીઓને વિજ્ઞાન પ્રવાહની શાળાઓને મેળવી લેવા જણાવાયું છે.

આ યાદી અને નિયત ફી અંતર્ગત એક વિષયની માટે રૂ. ૧૫૦ અને બે વિષયની માટે રૂ. ૨૫૦ પ્રમાણે પરીક્ષા ફી ના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથેની ફાઈલ તા. 12-૦૬-૨૦૧૮ સુધીમાં બોર્ડની કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરાવી દેવાની રહેશે.

વધુમાં જુલાઈ (પુરક૦ ૨૦૧૮ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. તેથી વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોની ફી લેવાની થતી નથી.