Not Set/ અમદાવાદ : પત્નીએ પતિને થાઈલેન્ડની યુવતી સાથે રંગેહાથ ઝડપ્યો

અમદાવાદ અમદાવાદ શહેરમાં શિવરંજની ખાતે આવેલા પોતાના ઘરમાં જ વિદેશી યુવતીની સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ રંગેહાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. આ આખો મામલો પોલીસે મથકે પહોંચતા પોલસે પણ પતિ સામે વ્યભિચારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરુ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પતિ થાઈલેન્ડની યુવતીના સાથે સંપર્કમાં હોવાનો અને તેની સાથે […]

Top Stories Ahmedabad Trending

અમદાવાદ

અમદાવાદ શહેરમાં શિવરંજની ખાતે આવેલા પોતાના ઘરમાં જ વિદેશી યુવતીની સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ રંગેહાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. આ આખો મામલો પોલીસે મથકે પહોંચતા પોલસે પણ પતિ સામે વ્યભિચારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરુ કરી છે.

છેલ્લા ચાર વર્ષથી પતિ થાઈલેન્ડની યુવતીના સાથે સંપર્કમાં હોવાનો અને તેની સાથે સંબંધો બાંધ્યા હોવાનો દાવો પત્નીએ કર્યો હતો. જયારે પત્નીએ પોલીસ સાથેની રેડ પાડતા વિદેશી યુવતી રંગરેલિયા મનાવતી ઝડપાઈ ગઈ હતી. મહિલાને માહિતી મળી હતી કે તેનો પતિ કોઈ વિદેશી મહિલા સાથે રંગરેલિયા મનાવી રહ્યો છે. તે પછી મહિલા પોતાના ઘરે પહોંચી ગઈ અને પતિને વિદેશી યુવતી સાથે પકડી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ મહિલા પોતાના પતિ સાથે અણબનાવ બાદ છેલ્લા 4 મહિનાથી અલગ રહેતી હતી. લગ્ન પહેલા બન્ને 10 વર્ષ સુધી લીવ-ઈનમાં રહ્યા બાદ બે વર્ષ પહેલા જ મહિલાએ યુવક સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પછી સતત બન્ને વચ્ચે અણબનાવ, ઝઘડા, મારપીટને કારણે તે છેલ્લા ચાર મહિનાથી પતિથી અલગ રહેવા જતી રહી. બંનેનું એક વર્ષનું બાળક પણ છે.

મહિલાનો આક્ષેપ છે કે પતિ તેના\ બાળકને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, જેથી તે અલગ રહેવા ચાલી ગઈ હતી. જેમની ઉપર આરોપ છે તે પતિ અમદાવાનો મોટો વેપારી છે.

હાલ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ ખેમાં પરમારે જણાવ્યું  હતું કે, આરોપી પતિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. આરોપીએ પોતાની પત્ની હોવા છતાં અન્ય મહિલા સાથે પકડાઈ જતા કાર્યવાહી કરી છે.