Not Set/ એર ઇન્ડીયાની એર હોસ્ટેસ્ટે વરિષ્ઠ અધિકારી પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ

  નવી દિલ્લી. એર ઇન્ડિયાની એક એર હોસ્ટેસ્ટે વરિષ્ઠ એયર અધિકારી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ અને પ્રધાનમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. પત્રના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે એર ઇન્ડીયાના સીએમડીને તરત જ આ કેસ વિશે તપાસ કરવા […]

Top Stories India

 

નવી દિલ્લી.

એર ઇન્ડિયાની એક એર હોસ્ટેસ્ટે વરિષ્ઠ એયર અધિકારી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ અને પ્રધાનમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. પત્રના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે એર ઇન્ડીયાના સીએમડીને તરત જ આ કેસ વિશે તપાસ કરવા કહ્યું છે. જો જરૂર પડી તો વધુ એક કમેટી બનાવવાની વાત પણ કરી છે. એર હોસ્ટેસ્ટે પોતાના પત્રમાં ન્યાયની પ્રાર્થના કરતા લખ્યું છે કે જો એર ઇન્ડિયાએ આ કેસને વધુ ગંભીરતાથી નહિ જોય ત્યારે તેને દેશના સર્વોચ્ચ અધિકારીઓ સામે આ કેસને રાખવો પડશે.

એક વ્યક્તિએ સુરેશ પ્રભુને જણાવ્યું હતું કે તે એયર હોસ્ટેસ્ટે જણાવ્યા મુજબ એરલાઇન્સ અને સીએમડી તેની મદદ નહિ કરે. આથી તેમને અલગ રીતે સહાયતા અને ન્યાય મળવો જોઈએ.

 

એર હોસ્ટેસ્ટે તેનું નામ લીધા વગર જ તે વ્યક્તિને રાક્ષસની ઉપાધી આપી હતી અને તેની તુલના હાર્વે વેઇંસ્ટન અને બીલ કોસ્બે સાથે કરી છે. આપને જણાવી દઈએ કે આ બન્ને વ્યક્તિઓ પર હોલીવુડની તમામ મહિલાઓ તરફથી જાતીય શોષણના આરોપો લાગતા રહ્યા છે.

પીડિત એર હોસ્ટેસ્ટે જણાવ્યું હતું કે પહેલા તેને આ કેસ એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે ઉઠાવ્યો હતો, કારણ કે તેણીને મીડિયા અને એર લાઈન્સ કંપની સામે કોઈ પબ્લિસિટી નહોતી જોઈતી. પરંતુ ૬ વર્ષના ટોર્ચર અને ૯ મહિનાની હેરાન કરી દે તેવી બાબતોથી તે હેરાન થઇ ગઈ હતી. છેવટે તેણીએ લેખિત ફરિયાદ કરવા પર મજબુર થવું પડ્યું હતું અને આથી તેણીને આવું પગલું વિચાર્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે આરોપીના નામનો ખુલાસો કરશે જયારે સુરેશ પ્રભુ તેણીને મળવાનો સમય આપશે.