નવી દિલ્હી,
આજથી ૨૫ વર્ષ પહેલા એટલે કે ૪ જૂન, ૧૯૯૩ના રોજ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ને એક મેજિક બોલ નાખ્યો હતો. ત્યારબાદ વોર્નના મેજિક બોલને “બોલ ઓફ ધ સેન્ચુરી” ગણવામાં આવ્યો હતો, ત્યારે હવે વોર્નના આ જાદુઈ બોલને સોમવારે ૨૫ વર્ષ પૂર્ણ થયા છે.
Can’t believe it was 25 years ago – wow !!!!https://t.co/l7FVxK6rGy https://t.co/7GT5n4xzWN
— Shane Warne (@ShaneWarne) June 4, 2018
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનરે ૪ જૂન, ૧૯૯૩ના રોજ એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લીશ બેટ્સમેન માઈક ગેટિંગને બોલ્ડ કર્યો હતો. આ બોલ લગભગ ૯૦ ડિગ્રી ટર્ન થઇ હતી, તે જોઇને તમામ સ્તબ્ધ થઇ ગયા હતા.
"The ball of the century was a fluke. It really was. I never did it again in the first ball at any time."
It's 25 years since @ShaneWarne bamboozled Mike Gatting with his very first Ashes ball! https://t.co/HRcAcdC9Vo pic.twitter.com/2VpptwnpAe
— ICC (@ICC) June 4, 2018
શેન વોર્ન દ્વારા કરવામાં આવેલો બોલ લેગ સ્ટમ્પની ઘણી બહાર પિચ થઇ હતી અને એક સમયે લાગી રહ્યું હતું કે વાઈડ થઇ શકે છે, આ જોતા માઈક ગેટિંગે બોલને રમવાનો પ્રયાસ ન કર્યો હતો. પરંતુ ત્યારબાદ આ બોલ ૯૦ ડિગ્રી ટર્ન થઈને ઓફ સ્ટમ્પ પર વાગી હતી અને ગેટિંગ પણ આ જોઇને હેરાન થઇ ગયા હતા.
