ગુજરાત,
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને ફોન પર જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. જિગ્નેશે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. જિગ્નેશે કહ્યું કે આજ ફરી એક જ નંબરથી ફોન આવ્યો હતો જેમાં બુધવારે ગોળી મારવાની ધમકી આપી હતી.
ये सुनिए ऑडियो – धमकीवाला इंसान कितना बेख़ौफ़ है।https://t.co/Kbl5TGx7Ve
— Jignesh Mevani (@jigneshmevani80) June 7, 2018
જિગ્નેસે જણાવ્યું કે ફોન પર તેમણે રવિ પુજારી ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પહેલા બુધાવરે ફોન પર મેવાણીના એક સહયોગી કૌશિક પરમારને ધમકી મળી હતી. આ મામલે બનાસકાંઠા જિલ્લાના વડગામે ફરિયાદ નોંધાવી હતી.
आज फिर से उसी नम्बर से हमारे मोबाइल पर फोन आया जिसने कल गोली मारदेने को कहा था। आज फोन कर के उस आदमी ने दुबारा धमकी दिया कि -लल्लू पंजू समज़ा है क्या, परिणाम का इंतज़ार करो।
— Jignesh Mevani (@jigneshmevani80) June 7, 2018
જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, મારા સહકર્મી કૌશિક પરમારે મને જણાવ્યું હતું કે કોઈ રાજવીર મિશ્રાનો ફોન આવ્યો હતો તેને કહ્યું કે તુ જિગ્નેશ મેવાણી છે તો તને ગોળી મારી દઈશ.
મેવાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે ફેસબુક અને ટ્વીટર પર તેમણે પહેલા પણ આવી ધમકીઓ મળી છે પરંતુ ગુજરાત પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નહી.
7255932433 from This number i have received a call on my number 9724379940 saying he will shoot me. My colleague Kaushik Parmar(who is having my number these days) just informed me – " koi Ranvir Mishra ka phone tha aur bola ki tum Jignesh levani ho to tumhe goli mar dunga"
— Jignesh Mevani (@jigneshmevani80) June 6, 2018
માટે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વાય શ્રેણીની સુરક્ષાની માંગ પોલીસ વડાને આવેદન આપી કરશે .
