શાઓમીએ અપેક્ષા મુજબ, ભારતમાં એમનો નવો સ્માર્ટફોન રેડ્મી વાય2(Redmi Y2) લોન્ચ કર્યો છે. સેલ્ફી કલ્ચરને ધ્યાનમાં રાખીને બનાવાયેલો Redmi Y2, નવી દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Redmi Y2 ગયા વર્ષે લોન્ચ કરાયેલા Redmi Y1નું અપગ્રેડેડ વર્ઝન છે. ફોનની સૌથી મહત્વની ખૂબી એ છે કે ફોનમાં 16 મેગાપીક્સલનો સેલ્ફી કેમેરા AI ફીચર સાથે આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ સ્માર્ટફોન એક્સક્લુઝીવ રીતે અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે. લોન્ચ ઇવેન્ટમાં શાઓમી ઇન્ડિયાના પ્રમુખ મનુકુમાર જૈને કહ્યું કે Redmi Y2ને મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યો છે.

Redmi Y2 ૩જીબી રેમ/32 જીબી સ્ટોરેજ વાળા ફોનની કિંમત ભારતમાં 9999 રૂપિયા છે, જયારે 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ વાળા વર્ઝનની કિંમત 12999 રૂપિયા છે. સ્માર્ટફોન 12 જુનથી એક્સક્લુઝીવ રીતે એમેઝોન પર ફ્લેશ સેલમાંથી ખરીદી શકાશે, અને મી હોમ પરથી પણ ખરીદી શકાશે. ફોન ડાર્ક ગ્રે, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
લોન્ચ ઓફર્સની વાત કરીએ તો એરટેલ ગ્રાહકોને પહેલા સેલમાં 1800 રૂપિયા કેશબેક અને 240 જીબી વધારાનો 4જી ડેટા મળશે, ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 500 રૂપિયા કેશબેક મળશે.
Redmi Y2 સ્પેસીફીકેશન:
ફોનમાં સૌથી મહત્વનું ફીચર છે ફ્રન્ટકેમેરા, સ્માર્ટફોનમાં 16 મેગાપીક્સલ AI ફીચર વાળો સેલ્ફી કેમેરા છે, જે સેલ્ફી લાઈટ સાથે આવે છે. કંપનીનું કહેવાનું છે કે Redmi Y2ના સેલ્ફી કેમેરાથી ઓછી લાઈટમાં પણ સારી તસ્વીરો લઇ શકાય છે. સેલ્ફી કેમેરામાં રેડ્મી નોટ 5 જેવો ઓટો એચડીઆર મોડ આપવામાં આવ્યો છે. કેમેરા પોટ્રેટ મોડ, AI સ્માર્ટ બ્યુટી, ફ્રન્ટ એચડીઆર અને ફેસ અનલોક જેવા ફીચર્સ પણ સાથે આવે છે. Redmi Y2માં 12 મેગાપીક્સલ અને 5 મેગાપીક્સલ સેન્સર વાળો ડ્યુઅલ રીયર કેમેરા સેટ-અપ છે. રીયરમાં બંને કેમેરાની જગ્યા પર એલઈડી ફ્લેશ છે. રીયર કેમેરામાં પણ AI ફીચર આપેલું છે, તથા કેમેરા પોટ્રેટ મોડ પણ આવે છે.

ફોનમાં 5.99ઇંચ એચડી+(720×1440 પીક્સલ) ડિસ્પ્લે છે. જેનો આસ્પેક્ટ રેશીયો 18:9 છે. ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનનું સ્ટોરેજ માઈક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાશે.
Redmi Y2 માં કનેકટીવીટી માટે 4જી વીઓએલટીઈ, વાઈફાઈ 802.11 બી/જી/એન, બ્લુટૂથ 4.2, જીપીએસ/એ-જીપીએસ, ૩.5 એમએમ હેડફોન જેક અને માઈક્રો યુએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. ફોનમાં 3080 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે એક દિવસ ચાલશે એવો દાવો કરવામાં આવ્યો છે.
