એક તરફ ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે. ત્યારે બીજી તરફ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાની ૫૬ જેટલી આંગણવાડીઓ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે.
આ આંગનવાણીમાં જર્જરિત છત નીચે જીવના જોખમે બાળકો ભણી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા હજી સુધી નવા ઓરડા કે રીપેરીંગ કામ કરાવવા માટે કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.

જેના કારણે સામાજિક કાર્યકર નીતિનભાઈ દોશી દ્વારા મુખ્યમંત્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

હાલ તો અહીની આંગણવાડી કાર્યકર બહેનો બાળકોને સુરક્ષિત જગ્યાએ બેસાડી રહ્યા છે પરંતુ આવનાર ચોમાસામાં આ બાળકો ક્યાં જશે એ સવાલ તંત્ર સામે ઉભા થઈ રહ્યા છે. કારણકે આવી જર્જરિત આંગનવાડીમાં પોતાના બાળકોને બેસાડવા વાલીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો પણ ગભરાય છે.

મુખ્યમંત્રીને રજૂઆત કરતા તપાસના આદેશની સાથે જરૂર જણાય તો મહિલા બાળ વિકાસ વિભાગનો સંપર્ક કરવા જણાવેલ છે ત્યારે આવી જર્જરિત આંગણવાડીના નવીન ઓરડા વહેલી તકે બને તેવું બાળકોના માતાપિતા ઈચ્છી રહ્યા છે.
