Not Set/ ન્યુઝીલેન્ડની મહિલા ટીમે એક ઇનિંગ્સમાં ૪૯૦ રન ફટકારી બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટની રમતને હંમેશા અનિશ્ચિતાઓથી ભરેલી ગેમ માનવામાં આવે છે કારણ કે, આ રમતમાં દિન-પ્રતિદિન કેટલા નવા રેકોર્ડ બનતા હોય છે જયારે કેટલાક જૂના રેકોર્ડ બનતા પણ હોય છે, ત્યારે હવે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ સર્જ્યો છે. આયર્લેન્ડ સામે રમાયેલી વન-ડે મેચમાં કીવી ટીમે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ […]

Trending Sports

ક્રિકેટની રમતને હંમેશા અનિશ્ચિતાઓથી ભરેલી ગેમ માનવામાં આવે છે કારણ કે, આ રમતમાં દિન-પ્રતિદિન કેટલા નવા રેકોર્ડ બનતા હોય છે જયારે કેટલાક જૂના રેકોર્ડ બનતા પણ હોય છે, ત્યારે હવે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ સર્જ્યો છે.

આયર્લેન્ડ સામે રમાયેલી વન-ડે મેચમાં કીવી ટીમે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરેલી ન્યુઝીલેન્ડની મહિલા ટીમે ચાર વિકેટના નુકશાને ૪૯૦ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. આ સ્કોર વન-ડેના ઇતિહાસમાં પુરુષ અને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ છે.

આ ઇનિંગ્સ દરમિયાન કીવી ટીમના કેપ્ટન સુજી બેટ્સે શાનદાર સદી ફટકારતા ૯૪ બોલમાં ૧૫૧ રન બનાવ્યા હતા. ૧૫૧ રનની શાનદાર ઇનિંગ્સ દરમિયાન બેટ્સે ૨૪ ચોક્કા અને ૨ સિક્સર ફટકારી હતી.

સુજી બેટ્સ ઉપરાંત મૈડી ગ્રીએ ૧૨૧ રનનું યોગદાન આપ્યું હતું, જયારે જડેસ વાકિસને ૬૨ અને અમેલિયા કેરે ૮૧ રન ફટકાર્યા હતા.

મેન્સ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ઈંગ્લેંડના નામે છે. ઓગસ્ટ, ૨૦૧૬માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ૩ વિકેટના નુકશાને ૪૪૪ રનનો સ્કોર ખડકયો હતો. જયારે વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો સર્વોચ્ચ સ્કોર ૩૫૮ રન છે.

આ પહેલા મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ ન્યુઝીલેન્ડની ટીમના નામે હતો. જે કિવિ ટીમે ૨૦ વર્ષ પહેલા જાન્યુઆરી, ૧૯૯૭ પાકિસ્તાન સામે ૪૫૫ રનનો સ્કોર ખડક્યો હતો,

મહિલા ક્રિકેટમાં અત્યારસુધીમાં ત્રણ વાર ૪૦૦ રનની ઉપરનો સ્કોર પહોચ્યો છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડની ટીમે ૨ વાર જયારે એક વાર ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૦૦ + રનનો સ્કોર ખડક્યો હતો.