નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં કેટલાક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીના માહોલની વચ્ચે કેટલાક વર્ષોથી સત્તાનો વનવાસ ભોગવી રહેલ કોંગ્રેસ શિવરાજ સરકાર પર પ્રહાર કરવાનું ચૂકતી નથી. આ વિરોધના ચક્કરમાં કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે એક નિર્માણાધીન ફ્લાયઓવર (Bridge)નો ફોટો ટ્વીટ કરીને શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું હતું, પરંતુ દિગ્ગીરાજાનો આ દાવ ઉલટો પડી ગયો.
દિગ્વિજયસિંહની આ ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં તેઓ જોરદાર રીતે ટ્રોલ થયા હતા. એટલું જ નહીં, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને તેમની ઉપર વળતો પ્રહાર કર્યો હતો. જો કે બાદમાં દિગ્વિજયસિંહે આ ટ્વીટ અંગે માફી પણ માંગી હતી.
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે એક Bridge (પુલ) નો ફોટો શેર કરીને ટ્વીટ કર્યું હતું કે, ‘આ છે ભોપાલના સુભાષનગર રેલવે ફાટક પર બની રહેલો રેલવેના ઓવરબ્રિજનો એક પોલ, જેમાં આવી પડી ગઈ છે તિરાડો/ક્રેક તેની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે, હજુ તો પુલ બન્યો પણ નથી. એક ભાજપના નેતાના માર્ગદર્શનમાં નિર્માણ થઈ રહ્યા છે, પછી આ બધું કેમ અને કેવી રીતે? વારાણસીની દુર્ઘટના અહિયાં પણ ન થઈ જાય.’
https://twitter.com/digvijaya_28/status/1005679859732008961
પરંતુ ફોટોની અસલિયત સામે આવી ગયા પાછી દિગ્ગીરાજા સોશિયલ મીડિયા પર ખૂબ ખરાબ રીતે ટ્રોલ થતાં તેમની ફજેતી થઈ હતી. હકીકતમાં, કેટલાય યુજર્સે જણાવ્યું હતું કે, આ પુલ ભોપાલનો નહીં પરંતુ પાકિસ્તાનનો છે.
This is not in Hyderabad neither in Metro nor in PVNR. Actually it's in Rawalpindi, Pakistanhttps://t.co/q8wilsOq0T https://t.co/WKGrXmn8rf
— KTR (@KTRBRS) August 3, 2016
પાકિસ્તાનના પત્રકાર આદિલ રજાએ વર્ષ ૨૦૧૬માં જ આ ફોટોને શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષમાં પણ રાવલપિંડીમાં બની રહેલા પુલનું કેટલુક કામ હજુ પૂર્ણ થયું નથી.
આ પછી રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વળતો પ્રહાર કરવાની તક છોડી ન હતી. શિવરાજે પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘ખબર નથી તેમને એવું કેમ લાગી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં આજે પણ તેમના જમાના જેવા ગોટાળાઓ થાય છે. આ તે છે જે જમીન પર તો છોડો, પોતાના ટ્વીટર હેન્ડલ પર પણ પુલ યોગ્ય રીતે નથી બનાવી શક્યા.’
पता नहीं इनको ऐसा क्यों लगा कि मध्यप्रदेश में आज भी उनके ज़माने जैसी धाँधलियाँ होती होंगी!
यह वह हैं जो ज़मीन पर तो छोड़िए, अपने ट्विटर हैंडल पर भी पूल ठीक से नहीं बना पाए। pic.twitter.com/3xhjKUoa5M
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 10, 2018
દિગ્ગીરાજાએ માંગી માફી
પોતાની ભૂલ અંગે દિગ્વિજયસિંહે માફી માંગી હતી. દિગ્ગીરાજાએ એક ટ્વીટ પર કમેન્ટ કરતા તેમણે કહ્યું હતું કે, ખોટી પોસ્ટની માટે હું માફી માંગું છું. મારા એક દોસ્તે તે મોકલી હતી અને અને મેં ચકાસ્યા વિના ટ્વીટ કરી દીધી હતી.
