Not Set/ પાસ્તા ઇન વાઇટ સૉસ, આજે ઘરે બનાવો આ વાનગી વાંચો

સામગ્રી 2 કપ રાંધેલી ફ્યુસિલી 2 કપ દૂધ 2 ટેબલસ્પૂન મેંદો મીઠું  (સ્વાદાનુસાર) 2 ટેબલસ્પૂન માખણ 2 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ 1/4 કપ પીળા સિમલા મરચાંની પટ્ટીઓ 1/4 કપ લીલા સિમલા મરચાંની પટ્ટીઓ 1/4 કપ લાલ સિમલા મરચાંની પટ્ટીઓ 1/4 કપ સ્લાઇસ કરેલી ઝૂકિની 1/4 કપ હલકા ઉકાળેલા બ્રોકોલીના ફૂલ 1/4 કપ ત્રાંસા કાપીને હલકા ઉકાળેલા બેબી કોર્નન 1 ટીસ્પૂન સૂકા લાલ ચીલી ફ્લેકસ્ 1 1/2 ટીસ્પૂન સૂકા […]

Food Lifestyle

સામગ્રી

2 કપ રાંધેલી ફ્યુસિલી
2 કપ દૂધ
2 ટેબલસ્પૂન મેંદો
મીઠું  (સ્વાદાનુસાર)
2 ટેબલસ્પૂન માખણ
2 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
1/4 કપ પીળા સિમલા મરચાંની પટ્ટીઓ
1/4 કપ લીલા સિમલા મરચાંની પટ્ટીઓ
1/4 કપ લાલ સિમલા મરચાંની પટ્ટીઓ
1/4 કપ સ્લાઇસ કરેલી ઝૂકિની
1/4 કપ હલકા ઉકાળેલા બ્રોકોલીના ફૂલ
1/4 કપ ત્રાંસા કાપીને હલકા ઉકાળેલા બેબી કોર્નન
1 ટીસ્પૂન સૂકા લાલ ચીલી ફ્લેકસ્
1 1/2 ટીસ્પૂન સૂકા મિક્સ હર્બસ્
1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ

પીરસવા માટે
ગાર્લિક બ્રેડ

બનાવવાની રીત 

એક ઊંડા બાઉલમાં દૂધ, મેંદો અને મીઠું મેળવી સારી રીતે ફીણી લો જેથી તેમાં ગાંગડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

તેમાં પીળા, લાલ અને લીલા સિમલા મરચાં અને ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં બ્રોકોલી અને બેબી કોર્ન મેળવી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં દૂધ અને મેંદાનું મિશ્રણ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ્, ચીઝ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં ફ્યુસિલી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ઉપર નીચે કરતાં રાંધી લો.ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.