Not Set/ જેલના કેદીઓના બાળકો માટે RTE હેઠળ પ્રવેશની શું વ્યવસ્થા છે ? હાઈકોર્ટે સરકાર સમક્ષ કર્યા આ સવાલ

અમદાવાદ, કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના બાળકોને શાળામાં પ્રવેશ અપાય છે કે કેમ ? તે અંગે સરકારને સ્પષ્ટતા કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. ગુજરાતમાં વિવિધ જેલમાં અલગ અલગ ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓના બાળકોને શાળામાં પ્રવેશ માટે અલગ અલગ આરોપીઓ દ્વારા જામીન, ફર્લો, પેરોલ માટે અરજીઓ કરવામાં આવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના બાળકોને શાળામાં પ્રવેશ અપાય છે કે કેમ ? તે અંગે સરકારને સ્પષ્ટતા કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં વિવિધ જેલમાં અલગ અલગ ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓના બાળકોને શાળામાં પ્રવેશ માટે અલગ અલગ આરોપીઓ દ્વારા જામીન, ફર્લો, પેરોલ માટે અરજીઓ કરવામાં આવી છે.

કેદીઓની આ અરજીઓને ધ્યાનમાં લઈને હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે આ કેદીઓના બાળકોના પ્રવેશ માટે કઇ અને કેવી જોગવાઇઓ છે તે સ્પષ્ટતા કરવા જેલ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે.

એટલું જ નહીં, કેન્દ્ર સરકારના આરટીઇના કાયદા હેઠળ કેદીઓના બાળકોને પ્રવેશ અપાય છે કે કેમ ? તે બાબતે પણ સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યો છે.

જેલમાં રહેલા આરોપી અને કેદીઓની અરજીઓના મામલે હાઇકોર્ટના જસ્ટિસે એવી ટકોર પણ કરી હતી કે, “આ કિસ્સામાં કેદીઓ અને તેમના પરિવારજનોને તેમના માટેની વિવિધ સરકારી યોજનાઓથી વાકેફ કરવા જોઇએ. તેમના બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઘણો જ ગંભીર છે”.

જેલના કેદીઓ દ્વારા જેલ સત્તાવાળાઓ મારફતે હાઇકોર્ટ સમક્ષ કરેલી જામીન, ફર્લો અને પેરોલ માટેની અરજીઓમાં મુખ્યત્વે તેમના સંતાનોને શાળામાં પ્રવેશ અપાવવાના કારણો દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે હાઇકોર્ટ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને આ મામલે જેલ સત્તાધીશોને આરટીઈના કાયદા અંગેની જોગવાઈ મુદ્દે સ્પષ્ટતા માંગીને તેનો ખુલાસો કરવા જણાવ્યું છે.