મુંબઈ
સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરી એકવાર સાથે સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મ રેસ-3ની રિલીઝના સાથે સાથે જ આનંદ એલ. રાયના નિર્દશકમાં બનેલ ફિલ્મ ‘ઝીરો‘નું ટીઝર વિડિયો પણ રિલીઝ કરવામાં આવશે, જાણવા મળી રહ્યું છે કે આ ટીઝર વિડીયોમાં સલમાન અને શાહરૂખ સાથે જોવા મળશે. ટીઝરમાં એક સીન છે જેમાં બંને એક્ટર બોક્સિંગ રિંગના પાછળ ઉભા છે.
એહેવાલો મુજબ આ એક ડાન્સ સીન છે જેમાં કલાકારો બંને રીંગમાં ડાન્સ કરે છે. આ પસંદીદા ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રદર્શકો માટે મંગળવારે મુંબઈમાં આ ટીઝર વિડિઓની સ્ક્રીનીંગ કરવામાં આવશે. ડિસ્ટ્રીબ્યુટરે જણાવ્યું, આ એક ખૂબ જ નાનો ટીઝર છે જે ફક્ત 1 મિનિટ 15 સેકન્ડનો છે. ઇદના પ્રસંગે આ ટીઝર રિલીઝ કરવામાં આવશે.
નિર્માતાઓને આ ફિલ્મથી સારું કલેક્શનની આશા છે. પરંતુ ફિલ્મ તેની કિંમતને પહેલેથી જ નિકળી લીધી છે. અહેવાલ મુજબ, ફિલ્મ પ્રોડક્શન કોસ્ટ પહેલેથી નીકળી ચુકી છે.
