Not Set/ જયનગર પેટા-ચુંટણી: મહાગઠબંધન-કોંગ્રેસ માટે ખુશ ખબર

કર્ણાટકના દક્ષીણ બેંગ્લોરની જયનગર વિધાનસભા સીટ પર થયેલી પેટા-ચુંટણીમાં કોંગ્રેસને જીત મળી છે. કોંગ્રેસ ઉમેદવાર સૌમ્યા રેડ્ડીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી અને છેલ્લે તેઓજ વિજેતા બન્યા. કોંગ્રેસને લગભગ 4000 મતથી જીત મળી છે. કોંગ્રેસને 46 ટકા,54,045 મત મળ્યા હતા, જયારે ભાજપને 33.2 ટકા, 50,270 મત મળ્યા હતા. 11 જુન સોમવારે જયનગરમાં પેટા-ચુંટણીમાટે મતદાન […]

Top Stories India

કર્ણાટકના દક્ષીણ બેંગ્લોરની જયનગર વિધાનસભા સીટ પર થયેલી પેટા-ચુંટણીમાં કોંગ્રેસને જીત મળી છે. કોંગ્રેસ ઉમેદવાર સૌમ્યા રેડ્ડીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી અને છેલ્લે તેઓજ વિજેતા બન્યા. કોંગ્રેસને લગભગ 4000 મતથી જીત મળી છે. કોંગ્રેસને 46 ટકા,54,045 મત મળ્યા હતા, જયારે ભાજપને 33.2 ટકા, 50,270 મત મળ્યા હતા. 11 જુન સોમવારે જયનગરમાં પેટા-ચુંટણીમાટે મતદાન થયું હતું, જેમાં 55 ટકા મતદાન થયું હતું. ચુંટણી આયોગના જણાવ્યા મુજબ 216 પોલીંગ બુથો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું.

ભારતીય જનતા પાર્ટીના નેતા બી.એન.વિજયકુમારનું ચુંટણીના થોડા દિવસ પહેલા મૃત્યુ થઇ ગયું હતું. ત્રણ મેના રોજ પ્રચાર દરમિયાન એમને હાર્ટ એટેક આવ્યો હતો. ભાજપમાંથી તેઓ ચુંટણી લડવાના હતા પરંતુ એમનું મૃત્યુ થઇ જવાથી, એમના ભાઈ બી.એન.પ્રહલાદને ટીકીટ આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસે કોઈ ફેરબદલ ના કરતા પૂર્વ મંત્રી રામલીન્ગા રેડ્ડીની પુત્રી આર સૌમ્યા રેડ્ડીને ટીકીટ આપી હતી. જેડીએસ દ્વારા કોંગ્રેસને સમર્થન આપવા માટે પોતાના ઉમેદવારનું નામ પાછુ લેવામાં આવ્યું હતું.

જયનગરમાં 14 રાઉન્ડની મતગણના બાદ સૌમ્યાને 51,192 મત અને ભાજપના ઉમેદવારને 44,292 મત મળ્યા હતા. જોકે 8માં રાઉન્ડની મતગણના બાદ કોંગ્રેસી ઉમેદવાર લગભગ 10000 મતોથી આગળ ચાલી રહ્યા હતા.