શ્રીનગર,
આતંકીઓ માટે સેફ હેવન ગણાતા પાકિસ્તાને વધુ એક પોતાની નાપાક હરકત બતાવતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. બુધવાર સવારે જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સેનાના ૪ જવાનો શહીદ થયા છે જયારે અન્ય પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા છે.
પાક. દ્વારા કરાયેલા ગોળીબારમાં શહીદ થયેલા જવાનોમાં એક આસિસ્ટન્ટ કમાન્ડર જિતેન્દ્ર સિંહ, સબ ઈસ્પેકટર રજનીશ, ASI રામનિવાસ અને કોન્સ્ટેબલ હંસરાજનો પણ સમાવેશ થાય છે.
One Assistant Commandant, one Sub-Inspector and two soldiers of Border Security Force (BSF) today lost their lives in ceasefire violation by Pakistan in Chambliyal sector of Samba. #JammuAndKashmir pic.twitter.com/5NTSBWKzDV
— ANI (@ANI) June 13, 2018
મહત્વનું છે કે, રમઝાન પવિત્ર માસ દરમિયાન સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં શાંતિનો સંદેશો આપવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ આ એલાન બાદ પાકિસ્તાન દ્વારા કરતી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.
પાક. દ્વારા બોર્ડર પાર કરવામાં આવતા આ ફાયરિંગમાં BSFના ત્રણ અધિકારીઓ સહિત છ સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, જયારે ૧૦ જવાનો ઘાયલ થયા છે.
આ પહેલા ૨૯ મેના રોજ ભારતના DGMO લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને પાકિસ્તાનના મેજર જનરલ સાહિર શમશાદ મિર્જા વચ્ચેની આ વાતચીત દરમિયાન ૧૫ વર્ષ જુના કરારને પૂરી રીતે લાગુ કરવા માટે સહમતી બની હતી. પરંતુ આ સહમતી બાદ પણ પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી અને ભારત દ્વારા કરવામાં આવી રહેલી પ્રયાસો પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરમાં કેરન સેક્ટરમાં સુરક્ષાબળો દ્વારા આતંકીઓની ઘુષણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી અને ૫ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
પાંચ દિવસ પહેલા જ ગૃહમંત્રીએ લીધી હતી જમ્મુ-કાશ્મીરની મુલાકાત
મહત્વનું છે કે, રમઝાનના પવિત્ર માસ દરમિયાન વધી રહેલી આતંકીઓની પ્રવૃત્તિઓમાં થયેલા વધારા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને તેઓએ બોર્ડર પરના વિસ્તારોની મુલાકાત લીધી હતી.
