Not Set/ વડોદરા: ક્લિનિકમાં કામલીલા આચરનાર ડો.પ્રતીક જોષીની કરાઈ ધરપકડ

વડોદરા, વડોદરામાં ડોક્ટરની કામલીલાનો વીડિયો વાયરલનો મામલે આરોપી તબીબ ડો.પ્રતીક જોષીની ધરપકડ કરાઈ છે. ડો. પ્રતીક જોષીની દુષ્કર્મનાં કેસમાં ધરપકડ કરાઈ છે. વડોદરા પોલીસે મહીસાગર જિલ્લામાંથી ડો.પ્રતીક જોષીની ધરપકડ કરી છે. વડોદરા પોલીસ ડોક્ટરની ફરિયાદ નોંધશે ત્યાર બાદ ડોક્ટરનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. ડોક્ટરની વડોદરા પોલીસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવી છે. અનગઢના ક્રિષ્ણા ક્લિનીકમાં […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરામાં ડોક્ટરની કામલીલાનો વીડિયો વાયરલનો મામલે આરોપી તબીબ ડો.પ્રતીક જોષીની ધરપકડ કરાઈ છે. ડો. પ્રતીક જોષીની દુષ્કર્મનાં કેસમાં ધરપકડ કરાઈ છે.

વડોદરા પોલીસે મહીસાગર જિલ્લામાંથી ડો.પ્રતીક જોષીની ધરપકડ કરી છે. વડોદરા પોલીસ ડોક્ટરની ફરિયાદ નોંધશે ત્યાર બાદ ડોક્ટરનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે.

ડોક્ટરની વડોદરા પોલીસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવી છે. અનગઢના ક્રિષ્ણા ક્લિનીકમાં મહિલા દર્દી સાથે ગંદી હરકત કરતા ડો.પ્રતિક જોશીના અનેક વીડિયો વાઈરલ થયા હતા.

ગોત્રીના ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતા ડો.પ્રતીક જોશીની મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતો વીડિયો વાઈરલ થયા હતા, જેના બાદ એક પીડિતાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ડોક્ટર ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. પોલીસે ડોક્ટરના વતન અને સાસરી અને ગોત્રી ખાતેના મકાનમાં પોલીસે તપાસ કરતા ખંભાતી તાળા મળ્યા હતા.