Not Set/ રામદેવનું મોદી સરકાર સામે જ શિર્ષાશન, પેટ્રોલના ટેક્સથી સરકાર ભરે છે ખજાનો

દિલ્લી, યોગગુરુ માંથી ઉદ્યોગપતિ બની ગયેલા બાબા રામદેવે મોદી સરકાર સામે જ શિર્ષાશન કરતા કહ્યું કે પેટ્રોલના ટેક્સથી સરકાર ખજાનો ભરે છે. છેલ્લા છ મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અંગે બાબા રામદેવે કેન્દ્ર સરકારને આડે હાથે લેતા અનેક તર્ક વિતર્ક થયા છે. એનડીએ સરકારના અને ખાસ કરીને પ્રધાન મંત્રી મોદીના ચુસ્ત હિમાયતી તરીકે […]

India Videos

દિલ્લી,

યોગગુરુ માંથી ઉદ્યોગપતિ બની ગયેલા બાબા રામદેવે મોદી સરકાર સામે જ શિર્ષાશન કરતા કહ્યું કે પેટ્રોલના ટેક્સથી સરકાર ખજાનો ભરે છે.

છેલ્લા છ મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અંગે બાબા રામદેવે કેન્દ્ર સરકારને આડે હાથે લેતા અનેક તર્ક વિતર્ક થયા છે.

એનડીએ સરકારના અને ખાસ કરીને પ્રધાન મંત્રી મોદીના ચુસ્ત હિમાયતી તરીકે ઉભરી આવેલા બાબા રામદેવ ને ક્યાં કારણે આવું નિવેદન કરવું પડ્યું કે સરકારની છબી ધૂંધળી થાય.

એક તરફ, દેશની જનતા વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવથી ત્રસ્ત છે ત્યારે, બાબા રામદેવનું આ નિવેદન દેશની જનતાને દાહ પર શીતળતાના લેપ સમાન છે.

આખરે, બાબા રામદેવને પણ આ અનુભૂતિ થઇ છે કે સરકાર પેટ્રોલ-ડીઝલના ટેક્સથી પોતાની તિજોરી ભરી રહી છે. જોવાનું એ રહેશે કે,બાબા પોતાના આ નિવેદન પછી કોઈ ખુલાસો કરે છે કે કેમ?