Not Set/ ઉના: નશાની હાલતમાં ટિકીટ કાપતો બસના કંડકટરનો વિડીયો વાયરલ

ઉના ગત શનિવાર રોજ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં એસટી બસના કંડકટર નશો કરેલી હાલતમાં ફરજ પર હાજર હતા જેને લઈને હવે એસટી નિગમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ઉના વડોદરા રૂટની બસના કંડકટર વિક્રમસિંહ રમલાવત ફરજ દરમિયાન નશો કરેલી હાલતમાં જોવા મળ્યા હતા જેનો વિડીયો બસમાં મુસાફરી કરી રહેલા […]

Top Stories Gujarat Trending Videos

ઉના

ગત શનિવાર રોજ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં એસટી બસના કંડકટર નશો કરેલી હાલતમાં ફરજ પર હાજર હતા જેને લઈને હવે એસટી નિગમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

ઉના વડોદરા રૂટની બસના કંડકટર વિક્રમસિંહ રમલાવત ફરજ દરમિયાન નશો કરેલી હાલતમાં જોવા મળ્યા હતા જેનો વિડીયો બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓએ સોસીયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

ઉના ડેપો મેનેજર દ્વારા કન્ડકટર વિરુદ્ધ આકરા પગલાં ભરવાની ખાતરી આપી હતી તેમજ નશો કરેલા કંડકટરને ડ્યૂટી નહિ હોવા છતાં કોને અને શા માટે ફરજ પર મોકલવામાં આવ્યો તેની પણ તપાસ કરીને બેજવાબદાર અધિકારીઓ છે તેની વિરુદ્ધ પણ આકરા પગલાં ભરવાની ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઉના શહેર અવારનવાર કોઈને કોઈ બાબતોને લઈને ચર્ચામાં જોવા મળે છે ત્યારે સરકારી બસના કંડકટર નશો કરેલી હાલતમાં ઝડપાતા ફરી એક વખત ઉના શહેર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે