Not Set/ પૂર્વ ધારાસભ્યએ એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ બનાવાનો કર્યો હતો વાયદો, 5 વર્ષ બાદ બસ સ્ટેન્ડ ખખડધજ હાલતમાં

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરનુ બસ સ્ટેન્ડ ખખડધજ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપના ઠીકરા ફોડ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે વઢવાણના ધારાસભ્ય વર્ષાબહેન દોશીએ પાંચ વર્ષ પહેલા એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ બનાવાની  ખાતરી આપી હતી. પરંતુ એરપોર્ટ કક્ષાનુ બસ સ્ટેન્ડ બનાવાની વાત તો દુરની વાત ગ્રામ્ય કક્ષાનુ પણ બસ સ્ટેન્ડ રહ્યુ […]

Top Stories Gujarat

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરનુ બસ સ્ટેન્ડ ખખડધજ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપના ઠીકરા ફોડ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે વઢવાણના ધારાસભ્ય વર્ષાબહેન દોશીએ પાંચ વર્ષ પહેલા એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ બનાવાની  ખાતરી આપી હતી.

પરંતુ એરપોર્ટ કક્ષાનુ બસ સ્ટેન્ડ બનાવાની વાત તો દુરની વાત ગ્રામ્ય કક્ષાનુ પણ બસ સ્ટેન્ડ રહ્યુ નથી. વર્ષા બહેનની જાહેરાત બાદ સુરેન્દ્રનગરનુ જૂનુ બસ સ્ટેન્ડ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યુ હતુ અને સ્થાનિકોને નવુ બસ સ્ટેન્ડ બનાવાની લહાયમાં કામ ચલાઉ બસ સ્ટેન્ડ આપવામાં આવ્યુ હતુ.

એરપોર્ટ કક્ષાનુ બસ સ્ટેન્ડ બનાવાની જાહેરાતના પાંચ વર્ષ બાદ પણ બસ સ્ટેન્ડ બનાવાની વાત જાહેરાત પુરતી મર્યાદિત રહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. ઉલ્લેખનિય છે કે કામચલાવ બસ સ્ટેશનમાં પ્લેટફોમ નથી, બેસવાની પુરતી વ્યવસ્થા નથી, તો બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તાર માંથી અભણ લોકો આવે તેમના માટે કઈ બસ ક્યાં જાય છે.

 

તેનું માઈકમાં બોલવાની વ્યવથા પણ નથી, પાણીની વ્યવસ્થા નથી એક એટીએમ મશીન છે તે પણ હમેશા બંધ હોય છે ત્યારે ગરમીમાં સેકાયેલા મુસાફરોને હવે ચોમાસામાં પલળવું પણ પડશે.