ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અપક્ષના સહારે સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે. જિલ્લા કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી.
જેમાં નવા પ્રમુખ પદે ભાજપના રૈયાબેન તેમજ ઉપપ્રમુખ પદે બાબુભાઈ વાઘેલાની બહુમતીથી વિજેતા ઘોષિત થયા હતા. જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના 13-13 સભ્યો હતા જ્યારે અપક્ષના બે સભ્યો હતા.
નવા ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવવા જિલ્લા ભાજપના પ્રમુખ ઝવેરચંદ ઠકરાર તેમજ ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજસીભાઈ જોટવા જેવા નેતાઓ હાજર રહ્યા હતા. નવા નિમાયેલા પ્રમુખ રૈયાબેને મીડિયા સમક્ષ જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવાની વાત કરી હતી.
