Not Set/ video: પ્રેમ-પ્રકરણમાં યુવકની હત્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરત, ઉના પાટીયાના મુહમ્મદી નગરમાં રહેતા 22 વર્ષીય મુહમ્મદ ફૈયાઝ મન્સુરીની મંગળવારે સવારે ભીંડીબજાર પાસે તેના મિત્ર અશરફે ગળાં પર ચપ્પુ મારી હત્યા કરી હતી. એકટીવા પર સવાર બે મિત્રો પાસે આવેલા અશરફે હુમલો કરી દીધો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે. મૃતક અને હત્યારો બંને યુપીના છે.  આરોપી અશરફ સિદ્દીકી ફરાર છે. પોલીસ તેના મિત્રોના […]

Top Stories Surat Videos

સુરત,

ઉના પાટીયાના મુહમ્મદી નગરમાં રહેતા 22 વર્ષીય મુહમ્મદ ફૈયાઝ મન્સુરીની મંગળવારે સવારે ભીંડીબજાર પાસે તેના મિત્ર અશરફે ગળાં પર ચપ્પુ મારી હત્યા કરી હતી. એકટીવા પર સવાર બે મિત્રો પાસે આવેલા અશરફે હુમલો કરી દીધો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે.

મૃતક અને હત્યારો બંને યુપીના છે.  આરોપી અશરફ સિદ્દીકી ફરાર છે. પોલીસ તેના મિત્રોના ઘરે તપાસ કરી રહી છે. ફૈયાઝ ઉન વિસ્તારમાં જ રહેતી અંજુમ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા. હમવતની અને સમાજના હોવાથી અંજુમે ફૈયાઝ સાથે લગ્નની વાત તેના પિતા અને પરિવારજનોને કરી દીધી હતી.

બંનેના પરિવારોએ પ્રેમ સંબંધ સ્વિકાર કરી લીધો હતો. દરમિયાન અમદાવાદથી અશરફ છેલ્લા એક મહિનાથી કાકાના ઘરે આવ્યો હતો અને પિતરાઈ બહેનના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ હતી. અશરફને ફૈયાઝના પ્રેમ સંબંધ અંગે જાણ હતી. છતાં ફૈયાઝ સાથે માથાકૂટ કરતો હતો. જોકે, અશરફને કાકાએ આ મુદ્દે બબાલ ન કરવા જણાવ્યું હતું.

અશરફે કાકાને કહ્યું હતું કે, અંજુમ નહીં તો ફૈયાઝ કો માર દુંગા. જેથી કાકાએ અમદાવાદ જતો રહે તેમ કહીં ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો અને આખી રાત્રી બહાર ભટકી સવારે ફૈયાઝની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.