Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : સાતમાં દિવસે આ ૩ સ્ટાર ખેલાડીઓ પર રહેશે તમામની નજર

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં બુધવારે ૩ મુકાબલા રમાવાના છે. આ ત્રણ મુકાબલામાં ભારતીય સમય અનુસાર ૫.૩૦ વાગ્યે પોર્ટુગલ v/s મોરક્કો, ૮.૩૦ વાગ્યે ઉરુગ્વે v/s સાઉદી અરબ અને ૧૧.૩૦ વાગ્યે સ્પેન v/s ઈરાન વચ્ચે રમાવાના છે, ત્યારે આ ત્રણેય ટીમોના ૩ સ્ટાર ખેલાડીઓ પર તમામની નજર રહેશે. આ સ્ટાર ખેલાડીઓમાં પોર્ટુગલના સુપર સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, સ્પેનના […]

Sports

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં બુધવારે ૩ મુકાબલા રમાવાના છે. આ ત્રણ મુકાબલામાં ભારતીય સમય અનુસાર ૫.૩૦ વાગ્યે પોર્ટુગલ v/s મોરક્કો, ૮.૩૦ વાગ્યે ઉરુગ્વે v/s સાઉદી અરબ અને ૧૧.૩૦ વાગ્યે સ્પેન v/s ઈરાન વચ્ચે રમાવાના છે, ત્યારે આ ત્રણેય ટીમોના ૩ સ્ટાર ખેલાડીઓ પર તમામની નજર રહેશે.

આ સ્ટાર ખેલાડીઓમાં પોર્ટુગલના સુપર સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, સ્પેનના ડિએગો કોસ્ટા અને ઉરુગ્વેના સુઝારેજનો સમાવેશ થાય છે.

૧. પોર્ટુગલ v/s મોરક્કો :

વર્લ્ડકપની પ્રથમ મેચમાં હેટ્રિક નોધાવી પોતાની ટીમને શાનદાર જીત અપાવનાર સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો બુધવારે વધુ એકવાર મેદાનમાં હશે. બીજી મેચમાં પોર્ટુગલનો મુકાબલો મોરક્કો સામે થવાનો છે ત્યારે એકલા જ રોનાલ્ડો આ મેચમાં પણ વિરોધી ટીમને ધ્વસ્ત કરી શકે છે.

ફુટબોલના વર્લ્ડકપમાં આ બીજીવાર હશે જયારે આ બંને ટીમો એક બીજા સામે મુકાબલો રમશે. આ પહેલા ૧૯૮૬માં મોરક્કોએ પોર્ટુગલની ટીમને ૩-૧થી હરાવ્યું હતું.

૨. સ્પેન v/s ઈરાન :

વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં ભાગ્યના સાથે વિજય મેળવનારી ઈરાનની ટીમનો મુકાબલો બુધવારે સ્પેનની મજબૂત ટીમ સામે થવાનો છે, ત્યારે આ ટીમનું નેતૃત્વ ડિએગો કોસ્ટા કરી રહ્યા છે.

પ્રથમ મેચમાં સ્પેનની ટીમે પોર્ટુગલ સામેના મુકાબલામાં ૩-૩થી ડ્રો રહ્યો હતો, જેમાં ડિએગો કોસ્ટાએ ૨ ગોલ કર્યા હતા. જયારે ઈરાનની ટીમે ગત મેચમાં મોરક્કોની ટીમને ૧-૦થી હરાવી જીત હાંસલ કરી હતી.

૩. ઉરુગ્વે v/s સાઉદી અરબ :

વર્લ્ડકપમાં ઘણી પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં રહેનારા ઉરુગ્વેના સ્ટાર ખેલાડી લુઇસ સુઆરેજ આજે પોતાનો ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ઉતરશે. આ માઈલસ્ટોન મેચમાં સાઉદી અરબ પર વિજય મેળવી ઉરુગ્વે આ વર્લ્ડકપના નોકઆઉટમાં પોતાનો જગ્યા પાક્કી કરવા માટે મેદાને ઉતરશે.

વર્લ્ડકપમાં અત્યારસુધીમાં રમાયેલા બંને ટીમોના મુકાબલાની વાત કરવામાં આવે તો, ઉરુગ્વેની ટીમે પોતાની પ્રથમ મેચમાં ઈજિપ્તને ૧-૦થી હરાવ્યું હતું, જયારે સાઉદી અરબની ટીમ યજમાન ટીમ રશિયા સામે ૦-૫થી હારી હતી, ત્યારે ગ્રુપ-Aની આ મેચ બંને ટીમો માટે મહત્વની માનવામાં આવી રહી છે.

જો કે છેલ્લા બે વર્લ્ડકપમાં ઉરુગ્વેના સ્ટાર ખેલાડી સુઝારેજનું પ્રદર્શન સારું રહ્યું નથી. સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના વર્લ્ડકપમાં ઘાના સામેની મેચમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું જયારે ૨૦૧૪માં પણ ચાર મહિના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.