Not Set/ J & Kમાં વર્તમાન રાજ્યપાલ વોહરાના રિટાયર્ડ થયા બાદ ગવર્નર માટે આ નામો પર લાગી શકે છે મહોર

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી પણ આપી દીધી છે, ત્યારબાદ રાજ્યમાં ૬ મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે અને હવે રાજ્યપાલ એન એન વોરા પાસે રાજ્યનો ચાર્જ આવ્યો છે. જો કે આ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે કે, […]

India Trending

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી પણ આપી દીધી છે, ત્યારબાદ રાજ્યમાં ૬ મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે અને હવે રાજ્યપાલ એન એન વોરા પાસે રાજ્યનો ચાર્જ આવ્યો છે.

જો કે આ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે કે, એક બાજુ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થઇ ગયું છે તેમજ આ દરમિયાન અમરનાથ યાત્રા પણ શરુ થઇ રહી છે, ત્યારે બીજી બાજુ હાલના રાજ્યપાલ એન એન વોહરા ૨૮ જૂનના રોજ નિવૃત્ત થયા બાદ રાજ્યના આગામી ગવર્નર કોણ હશે કે રાજ્યની કમાન કોણા હાથમાં સોપવામાં આવશે ?.

વર્તમાન રાજ્યપાલ એન એન વોહરા ૨૮ જૂનના રોજ નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેઓનો કાર્યકાળ વધારવામાં આવશે કે કોઈ નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે. ત્યારે હવે આ નવા રાજ્યપાલની વરણી માટે કોઈ એવા નામની પસંદગી કરવામાં આવે કે જેઓ આ રાજ્ય સાથે લાંબા સમાંથી જોડાયેલા હોય છે કોઈ સેનાના નિવૃત્ત ઓફિસરને પણ બનાવવામાં આવે.

રાજ્યપાલ માટે આ ચહેરાઓના નામ છે સૌથી આગળ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાલના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી વિરોધી પ્રવૃત્તિઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે રાજ્યપાલના સ્વરૂપમાં કેન્દ્રના વાર્તાકાર દિનેશ્વર શર્મા અને પૂર્વ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગનું નામ સૌથી આગળ છે.

દિનેશ્વર શર્મા ૧૯૭૬ કેરળ કેડર બેચના IPS ઓફિસર છે અને તેઓ ૨૦૧૬માં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ચીફના સ્વરૂપમાં રિટાયર્ડ થયા છે અને તેઓને ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર દ્વારા વાર્તાકારના રૂપમાં નિયુક્તિ કરાઈ હતી.

જયારે દલબીર સિંહ સુહાગ ભારતીય આર્મીના પૂર્વ ચીફ રહી ચુક્યા છે અને હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે “સંપર્ક ફોર સમર્થન” અભિયાન હેઠળ મુલાકાત પણ કરી હતી.