અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉત્તર કોરિયાના રાષ્ટ્ર પ્રમુખની ઐતિહાસિક મુલાકાત અને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સના દસ દિવસ પછી જ ટ્રમ્પે યુ-ટર્ન લઈ લીધો છે.
ટ્રમ્પે તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મુલાકાતના બીજા જ દિવસે 13 જૂને કહ્યું હતું કે, હવે ઉત્તર કોરિયાથી જોખમ નથી અમેરિકા હવે શાંતીથી ઉંઘી શકે છે.
જ્યારે શુક્રવારે રાત્રે તેમણે ઉત્તર કોરિયા વિરુદ્ધ ફરીથી નેશનલ ઈમરજન્સી એક વર્ષ માટે વધારી દીધી છે અને એવું પણ કહ્યું છે કે, ઉત્તર કોરિયાથી હજુ સાધારણ અને અસામાન્ય પરમાણુનું જોખમ તો છે જ.અમેરીઅકના પૂર્વ રાષ્ટ્રપતિ બુશ અને ઓબામાએ ઉત્તર કોરિયા સામે નેશનલ ઈમરજન્સી લાગૂ કરી હતી.
12 જુનના રોજ સિંગાપોરમાં થયેલી મિટિંગ પછી ટ્રમ્પ અને કીમ જોંગની વાતચીત પછી કરવામાં આવેલા ટ્રમ્પના આ નિવેદનના કાર્યકારી આદેશનો વિરોધ કર્યો હતો. અમેરિકાએ 26 જૂન 2008માં પહેલીવાર ઉત્તર કોરિયા પર ઈમરજન્સી લગાવી હતી.
ટ્રમ્પે ટ્વીટ પણ કર્યા હતાં અન લખ્યું હતું કે મોટી મુલાકાતથી પાછો આવ્યો છું. હવે દરેક જગ્યાએ સુરક્ષિતનો અનુભવ પણ કરું છું. હવે ઉતર કોરિયાથી પરમાણુંનો કોઈ ખતરો નથી.
રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પહેલા હું માનતો હતો કે ઉત્તર કોરિયા સાથે જરૂર યુદ્ધ થશે. પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાએ પણ કહ્યું હતું કે ઉતર કોરિયાથી અમેરિકાની વધારે જોખમ છે. પરંતુ હવે એવું રહ્યું નથી અમેરિકાને હવે આરામથી ઉંઘી શકે છે.
