Not Set/ નરોડા પાટિયા હત્યાકાંડ મામલો, HC એ ત્રણ આરોપીને દસ વર્ષની સજા ફટકારી

નરોડા પાટિયા કેસના મામલે ત્રણ આરોપીઓને હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા હતાં. વર્ષ 2002માં અમદાવાદના નરોડા વિસ્તારમાં કોમી તોફાનો થયા હતા. જેમાં 97 જેટલા લોકોની હત્યા થઈ હતી. જે મામલાની તપાસ ખાસ એસ.આઈ.ટીને સોંપવામાં આવી હતી અને એસ.આઈ.ટીની તપાસ અને પુરાવાને આધારે ભૂતકાળમાં એસ.આઈ.ટી અદાલતે ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા. આજે ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને 10-10 વર્ષની જેલની […]

Top Stories Gujarat Trending

નરોડા પાટિયા કેસના મામલે ત્રણ આરોપીઓને હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા હતાં. વર્ષ 2002માં અમદાવાદના નરોડા વિસ્તારમાં કોમી તોફાનો થયા હતા. જેમાં 97 જેટલા લોકોની હત્યા થઈ હતી. જે મામલાની તપાસ ખાસ એસ.આઈ.ટીને સોંપવામાં આવી હતી અને એસ.આઈ.ટીની તપાસ અને પુરાવાને આધારે ભૂતકાળમાં એસ.આઈ.ટી અદાલતે ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા.

આજે ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને 10-10 વર્ષની જેલની સજા ફટકારી હતી. 19મી જૂનના રોજ હાઈકોર્ટમાં ત્રણેય આરોપીઓના ક્વોન્ટમ ઓફ પનિશમેન્ટ પર ત્રણ કલાક સુધી દલીલો ચાલી હતી. બાદમાં કોર્ટે ચુકાદો 25મી જૂન પર ચુકાદો મુલતવી રાખ્યો હતો.

રાજુ ચૌમલ, પરમેન્દ્ર અને ઉમેશને નીચલી કોર્ટે સાક્ષીઓએ તેમના નામ ન લીધા હોવાથી મુક્ત કરી દીધા હતા. પરંતુ આ ત્રણ લોકોની ભૂમિકા જણાતા હાઇકોર્ટ તેમને દોષિત જાહેર કર્યા હતા.

આ કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા તેમજ 29 લોકોને મુક્ત કર્યા હતા. ટ્રાયલ કોર્ટે 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા તેમાંથી હાઈકોર્ટે માયાબેન કોડનાની સહિત 17 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. તેમજ ટ્રાયલ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા 29 લોકોમાંથી ત્રણ લોકોને દોષી ઠેરવ્યા હતા. 2012માં ટ્રાયલ કોર્ટે ત્રણેયને નિર્દોષ જાહેર કર્યા હતા.

બહુચર્ચિત નરોડા પાટિયા કેસની ઇનસાઇડ સ્ટોરી :

૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી મોટી સંખ્યામાં કારસેવકો સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવવા માટે સવાર થયા હતા.

પરંતુ આ ટ્રેન જયારે ૨૭ ફેબ્રુઆરી ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન પહોચી ત્યારે કેટલાક અજાણ્યા અલ્પસંખ્યક સમૂહના ટોળાએ ટ્રેનમાં આગ લગાડી હતી જેમાં ૫૯ કારસેવકોને જીવતા સળગાવવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગોધરા કાંડના વિરોધમાં બંધ બોલાવ્યું હતું. પરંતુ આ દરમિયાન કેટલાક ગુસ્સેથી ભરાયેલા ટોળાએ નરોડા પાટિયામાં હુમલો બોલ્યો હતો અને કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં ૯૭ લોકોની હત્યા કરવામાં આવી હતી અને ૩૦થી વધુ ઘાયલ થયા હતા.

ત્યારબાદ ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં નરોડા પાટિયા કેસ અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં ૮૨ આરોપીઓ વિરુધ ૧૨૦૦ પાનાની ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત પણ થયું હતું.

આ સુનાવણી દરમિયાન કુલ ૩૨૭ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં આ કેસના પીડિતો, ડોકટરો, પોલીસ અધિકારીઓ તેમજ કેટલાક સરકારી અધિકારી પણ શામેલ હતા.

૨૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ સ્પેશિયલ કોર્ટ દ્વારા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત ૩૨ આરોપીઓને સજા ફટકારી હતી. જેમાં માયા કોડનાનીને ૨૮ વર્ષની સજા સંભળાવી હતી.

આ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની પર આરોપ હતો કે, તેઓએ લોકોના ટોળાને કથિત રીતે મુસ્લિમો પર હુમલો કરવા માટે ઉપસાવ્યા હતા.

આ મામલામાં અન્ય એક મુખ્ય આરોપી બજરંગ દળના નેતા બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી.જયારે અન્ય ૭ દોષિત આરોપીઓને ૨૧ વર્ષની સજા અને અન્ય આરોપીઓને ૧૪ વર્ષની સજા ફટકારી હતી.

નરોડા પાટિયા કેસમાં નીચલી અદાલત દ્વારા પૂરતા પુરાવા ન હોવાના કારણે અન્ય ૨૯ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે ત્યારબાદ તેઓએ આ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જયારે આ કેસ માટે ગઠિત કરવામાં આવેલી SIT દ્વારા પણ ૨૯ લોકોની નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

મહત્વનું છે કે, ૨૦૦૨માં થયેલા બહુચર્ચિત નરોડા પાટિયા કેસ એ દેશમાં થયેલા મોટા ૯ સાંપ્રદાયિક રમખાણોમાંના એક હતો, જેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી SIT દ્વારા કરવામાં આવી હતી.