લૂંટારુ/ રાજકોટમાં બાળકને બંધક બનાવી નેપાળી યુવકે ચલાવી 10 લાખની લુંટ

રાજકોટની રૉયલ પાર્ક શેરી ન. 7 માં આવેલા બિલ્ડર ના બંગલામાં રહેલા નેપાળી નોકર રામે  પોતાના સાથી મિત્રોની મદદથી  લૂંટ ચલાવી હતી. ઘરના સભ્યો બહાર ગયા હતા.

Top Stories Rajkot
  • રાજકોટમાં બની લૂંટની ઘટના
  • રોયલ પાર્ક શેરી નં – 7માં બની લૂંટની ઘટના
  • બંગલામાં ઘટી લૂંટની ઘટના
  • DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે
  • પોશ વિસ્તારમાં ફરી એક વખત લૂંટની ઘટના
  • 10 લાખથી વધુ રોકડ રકમ અને દાગીનાની લૂંટ
  • બંગલામાં રહેતા નેપાળી યુવકે લૂંટ કર્યાની માહિતી
  • રામ ઉર્ફે અનિલે મિત્રો સાથે મળીને લૂંટ કરી

રાજ્કોટન પોષ વિસ્તારમાં હ્રદય હચમચાવે તેવી ઘટના સામે આવી છે. રાજકોટના પોશ વિસ્તારમાં આવેલા બંગલામાં ઘરકામ કરતાં નોકરે ઘરના જ બાળક ને બંધક બનાવી લૂંટ મચાવી હતી. સોના ચાંદીના દાગીના સાથે કુલ 14 લાખ રૂપિયાની ચોરી કરે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની રૉયલ પાર્ક શેરી ન. 7 માં આવેલા બિલ્ડર ના બંગલામાં રહેલા નેપાળી નોકર રામે  પોતાના સાથી મિત્રોની મદદથી  લૂંટ ચલાવી હતી. ઘરના સભ્યો બહાર ગયા હતા. અને ઘરનો તરુણ વયનું  બાળક ઘરમાં એકલું હતું. તેનો લાભ લઈ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

બિલ્ડર અને તેમના પત્ની અમદાવાદ ગયા હતા.

તરૂણ સવારે  ઘરમાં સૂતો હતો ત્યારે નેપાળી નોકરે તેને ઉઠાડ્યો અને પોતાના સાગરિતો સાથે મળીને તેને બંધક બનાવ્યો હતો. બાદમાં ઘરમાં લૂંટ મચાવી હતી. જો કે આ સમયે ઘરના અન્ય સભ્યો કોઈ કામસર અમદાવાદ એરપોટ પર આવ્યા હતા. ઘરમાં જ રહેતા અને બંગલામાં કામ કરતાં નેપાળી શખ્સે પોતાના બે મિત્રોને બોલાવી ઘરમાં રહેલા ઓશિકુ ફાડી બાળકને બાંધી દીધો હતો. અને ઘરમાં રહેલા  સોનાચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.

લૂંટને અંજામ આપનાર આરોપી નેપાળી નિલ ઉર્ફે રામની ફાઈલ તસવીર.

રાજકોટ ઝોન-2ના DCP સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, રોયલ પાર્ક સોસાયટીમાં પ્રભાતભાઈ સિંધવના મકાનમાં વહેલી સવારે તેમના જ ઘરમાં કામ કરતા શખ્સે પોતાના મિત્રોની મદદથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.  વહેલી સવારે ત્રીજા માળે જ્યાં પ્રભાતભાઈનો પુત્ર જશ સિંધવ સૂઈ રહ્યો હતો ત્યાં આ લોકોએ જશને ઉઠાડી ડરાવી, ધમકાવી અને છરી બતાવી હતી. બાદમાં રોકડા અને સોનાના દાગીના ક્યાં છે એવું કહ્યું હતું. રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ તપાસ કરી રહી છે. જેટલા એક્ઝીટ રૂટ છે તેના ઉપર પોલીસ હાલ સઘન તપાસ હાથ ધરી રહી છે.