Not Set/ ભારતીય ટીમની હાલની પેસ બેટરી છે અત્યારસુધીનું સૌથી સંતુલિત બોલિંગ આક્રમણ : સચિન

નવી દિલ્હી, ગત શનિવારના રોજ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમના આયર્લેન્ડ અને ઈંગ્લેંડના કપરા પ્રવાસ માટે રવાના થઇ હતી. આ પ્રવાસ દરમિયાન ઈંગ્લેંડમાં પાંચ ટેસ્ટ મેચની મહત્વપૂર્ણ સિરીઝ રમવાની છે ત્યારે આ ટૂરમાં ભારતની પેસ બેટરીને લઇ બ્લાસ્ટર સચિન તેંડુલકરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે, […]

Trending Sports

નવી દિલ્હી,

ગત શનિવારના રોજ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમના આયર્લેન્ડ અને ઈંગ્લેંડના કપરા પ્રવાસ માટે રવાના થઇ હતી. આ પ્રવાસ દરમિયાન ઈંગ્લેંડમાં પાંચ ટેસ્ટ મેચની મહત્વપૂર્ણ સિરીઝ રમવાની છે ત્યારે આ ટૂરમાં ભારતની પેસ બેટરીને લઇ બ્લાસ્ટર સચિન તેંડુલકરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે, “ભારત ઈંગ્લેંડના કપરા પ્રવાસ પર ઘણા વર્ષો બાદ પોતાના સંપન્ન બોલિંગ આક્રમણ સાથે ઉતરી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૨૪ વર્ષની કારકિર્દી દરમિયાન ક્યારેય થયું નથી”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પોતાના ત્રણ મહિનાના કપરા પ્રવાસની શરૂઆત ૨૭ જૂનથી આયર્લેન્ડ સામે રમાનારી બે ટી-૨૦ ક્રિકેટ મેચ સાથે કરશે, પરંતુ હાલ તમામની નજર અગામી એક ઓગસ્ટથી ઈંગ્લેંડ સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ મેચ પર હશે.

સચિન તેંડુલકરે કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું આ બોલિંગ આક્રમણ સૌથી પૂર્ણ છે. મારા આંકલન મુજબ, આ પેસ બેટરી સૌથી સર્વશ્રેષ્ઠમાંની એક હશે”.

પોતાના ૨૪ વર્ષના કેરિયરમાં એક માઈલસ્ટોન ૨૦૦ ટેસ્ટ મેચ રમનાર સચિને જણાવ્યું, “ભારત પાસે કેટલાક સારા ઝડપી બોલરો છે પરંતુ આ પ્રમાણેની વિવિધતા વાળી પેસ બેટરી તેઓ પાસે ક્યારેય ન હતી. અમે સારી સ્થિતિમાં છીએ, જ્યાં અમારા પાસે એક સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ છે. આ તમામ વિવિધતાઓ સાથે એક ખાસ સંયોજન છે”.

ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યા બેટિંગમાં પણ છે સક્ષમ

ક્રિકેટના ભગવાન કહેવાતા તેંડુલકરે જણાવ્યું, “અમારી પાસે ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા છે, જેઓ બોલિંગની સાથે સાથે બેટિંગ પણ કરવામાં સક્ષમ છે. હાર્દિકે હમણાં જ ટીમમાં પોતાની જગ્યા બનાવી છે પરંતુ મને લાગી રહ્યું છે કે, ભુવીએ શાનદાર યોગદાન આપ્યું છે જે આં ટીમના સંતુલન સકારત્મક રૂપથી બદલાશે”.