Not Set/ જમ્મુ-કાશ્મીર જઈ રહેલી સ્પેશ્યલ ટ્રેનમાંથી 10 BSFના જવાન ગાયબ

આર્મીની સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના 10 જવાન રસ્તા માંથી જ અચાનક ગુમ થઇ જવાથી દેશભરમાં ભારે મચી ગઈ છે. આ 10 જવાનો વર્ધમાન અને ધનબાદ સ્ટેશન વચ્ચેથી ગુમ થઇ ગયા છે. એક રિપોર્ટ પ્રમાણે 27 જૂનના લગભગ બપોરના ૩ વાગ્યાની આસપાસ આર્મીની સ્પેશ્યલ ટ્રેન મુગલસરાય રેલવે સ્ટેશન પહોંચી ત્યારે ખબર પડી કે bsfના […]

Top Stories India Trending

આર્મીની સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના 10 જવાન રસ્તા માંથી જ અચાનક ગુમ થઇ જવાથી દેશભરમાં ભારે મચી ગઈ છે. આ 10 જવાનો વર્ધમાન અને ધનબાદ સ્ટેશન વચ્ચેથી ગુમ થઇ ગયા છે. એક રિપોર્ટ પ્રમાણે 27 જૂનના લગભગ બપોરના ૩ વાગ્યાની આસપાસ આર્મીની સ્પેશ્યલ ટ્રેન મુગલસરાય રેલવે સ્ટેશન પહોંચી ત્યારે ખબર પડી કે bsfના 10 જવાનો ગાયબ થઇ ગયા છે. એક જવાન વર્ધમાન સ્ટેશન અને અન્ય બીજા આઠ જવાનો ગાયબ થયા છે.

પ્રશાસનને આ ઘટનાની જાણ થતા ઓફિસર્સ હોબાળો મચી ગયો હતો. મુગલસરાય જીઆરપીના પીએસાઈ જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, બીએસએફની એક ટુકડી ગુમ થઇ ગયા હોવાની જાણ પ્લાટૂન કમાન્ડર દ્વારા મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદથી 83મી બંગાલ બટાલીયનના બીએસએફ જવાનો લઈને આર્મી સ્પેશ્યલ ટ્રેન જમ્મુ જવા માટે રવાના થઇ હતી. કેટલાક બીજા સ્ટેશનની જેમ ટ્રેન વર્ધમાન અને ધનબાદ સ્ટેશન પર પણ થોડાક સમય માટે રોકાઈ હતી. પરંતુ જયારે થોડાક સમય પછી જવાનોની ગણતરી કરવામાં આવી તો 10 જવાનો ગાયબ થઇ ગયા છે તે ખબર પડી. જવાનો ગાયબ થઇ જવાની માહિતી અધિકારોને મળતા હાલ શોધખોળ ચાલુ છે.