Not Set/ ક્ચ્છ: શાહીકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત, આમ આદમી પાર્ટી અને NSUIએ ઘટનાને વખોડી

ક્ચ્છ ક્ચ્છ યુનિવર્સિટીમાં થયેલા શાહીકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ભૂજમાં આ મામલે આમ આદમી પાર્ટી અને NSUI દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા એબીવીપીના તમામ કાર્યકરોની ધરપકડ કરીને તેમને કડક સજા કરવાામાં આવે તેવી માંગ […]

Gujarat Trending

ક્ચ્છ

ક્ચ્છ યુનિવર્સિટીમાં થયેલા શાહીકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ભૂજમાં આ મામલે આમ આદમી પાર્ટી અને NSUI દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા એબીવીપીના તમામ કાર્યકરોની ધરપકડ કરીને તેમને કડક સજા કરવાામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સમાજમાં દાખલો બેસાડવાની માંગ કરવામાં આવી હતી. જેથી ફરી વાર કોઈ આવું કૃત્ય ન કરે. બીજી તરફ કોંગ્રેસની યુવા પાંખે NSUI દ્વારા પણ કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી કે, યુનિવર્સિટીના પ્રોફેસરનું અપમાન કરનારા એબીવીપીના કાર્યકરોની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે. નહિં તો NSUI દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.